આ દુઃખ ભાગ્યે જ કોઈ મા-બાપ ભૂલી શકે છે. પરંતુ બિહારમાં એક માતા-પિતા પોતાના પુત્રની અર્થીને ખભો પણ આપી નથી શકતા, કારણ કે હોસ્પિટલ સ્ટાફે કહ્યું કે ૫૦ હજોર લાવો અને પુત્રની લાશ લઈ જોઓ. અને હવે પુત્રનો મૃતદેહ લેવા માટે માતા-પિતાને ભીખ માંગવાની ફરજ પડી હતી. શું છે સમગ્ર મામલો? ચાલો તમને જણાવીએ.
રિપોર્ટ્‌સ અનુસાર, એક માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલના કર્મચારીએ તેમના પુત્રના મૃતદેહને સોંપવા માટે મોટી રકમની માંગ કરી છે. પોસ્ટ મોર્ટમ વર્કરે પૈસા ચૂકવ્યા ન હોવાથી મૃતદેહ આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ નિઃસહાય માતા-પિતા પુત્રની લાશ લેવા માટે ઘરે-ઘરે ભીખ માંગી રહ્યા છે, જેથી તેઓ તેમના પુત્રની લાશ હોસ્પિટલમાંથી લઈ શકે.
આ હોસ્પિટલમાં મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે. આરોગ્ય કર્મચારીઓને સમયસર પગાર મળતો નથી. આવી સ્થિતિમાં, તેઓ દર્દીઓના સંબંધીઓ પાસેથી પૈસા લેવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના પર સિવિલ સર્જનનું કહેવું છે કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બિહારની સ્થિતિ દેખાઈ રહી છે. બિહાર સ્વાસ્થ્યના મામલામાં ખૂબ પછાત છે. પોસ્ટમોર્ટમ કરાવનાર કર્મચારીઓ મૃતદેહને બદલે ૫૦ હજોર રૂપિયા લાવી લાશ લેવાનું કહી રહ્યા છે. આવી સ્થિતિમાં મજબૂર વાલી ભીખ માંગીને પૈસા ભેગા કરી રહ્યા છે. જો જોવામાં આવે તો સરકાર માટે આ એક મોટી થપ્પડ છે.