મલ્ટી ટેલેન્ટેડ એક્ટર, હોસ્ટ અને સિંગર આદિત્ય નારાયણે પોતાની ઉપલબ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. આદિત્ય નારાયણ સિંગિંગ આધારિત રિયાલિટી શા ઇન્ડિયન આઈડલના હોસ્ટ તરીકે લોકપ્રિયતા મેળવી છે. તે ખતરોં કે ખિલાડી રિયાલિટી શામાં પણ ભાગ લઈ ચૂક્યો છે. તેની ઓળખ માત્ર ઉદિત નારાયણના દીકરા સુધી સીમિત નથી રહી. હવે તેની ઓળખ ડોક્ટર આદિત્ય નારાયણ થઈ ગઈ છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ
સાથે ખુશખબરી શેર કરી છે. આદિત્ય નારાયણે ઘણી મહત્વની ડિગ્રી મેળવી છે. આદિત્ય નારાયણે પોતાની ડિગ્રીની અને સમારોહની તસવીરો સોશિયસ મીડિયા પર શેર કરી છે. આદિત્ય નારાયણની તસવીર જાઈને કહી શકાય કે તે આ પદવી મેળવીને કેટલો ખુશ છે. આ સાથે તેણે સર્ટિફિકેટની તસવીર પણ શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં આદિત્ય નારાયણે લખ્યું છે કે, ડોક્ટર આદિત્ય નારાયણ ઝા સન્માન માટે આભાર. સેન્ટ મધર ટેરેસા કેમ્બ્રિજ ડિસ્ટન્સ સ્કૂલ ઓફ એજ્યુકેશન(યુકે). ઉલ્લેખનીય છે કે આદિત્ય નારાયણે પ્લેબેક સિંગિંગ એન્ડ એક્ટિંગમાં માનદ ડોક્ટરેટની પદવી મેળવી છે. આદિત્ય નારાયણની આ પોસ્ટ જાઈને તેના મિત્રો અને ફેન્સે શુભકામનાઓ પાઠવી છે. આદિત્યની ખાસ મિત્ર ભારતી સિંહે પણ સોશિયલ મીડિયા પર આદિત્ય નારાયણને શુભકામના પાઠવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં જ ઇન્ડિયન આઈડલનો અંત આવ્યો છે, જેને આદિત્ય નારાયણ હોસ્ટ કરતો હતો. લોકો તેને હોસ્ટ તરીકે પસંદ કરતા હતા. હવે તે સા રે ગા મા પા રિયાલિટી શો હોસ્ટ કરશે. આદિત્ય નારાયણ કોમેડી શા હોસ્ટ કરી રહ્યો છે. આદિત્ય નારાયણે ડિસેમ્બર, ૨૦૨૦માં શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત ફિલ્મ શાપિતના સેટ પર થઈ હતી. લાંબા સમય સુધી તેમણે પોતાના સંબંધને છુપાવીને રાખ્યો. પરંતુ ૨૦૨૦માં જ આદિત્યએ જાહેરાત કરી હતી કે તે શ્વેતાને ડેટ કરી રહ્યો છે.’