ભોપાલની પ્રાઈવેટ સ્કૂલની હોસ્ટેલમાં ૮ વર્ષની માસૂમ પર ભયાનક દરિંદગી સામે આવી છે. ખાનગી શાળાની છાત્રાલયમાં સંચાલક મિનિરાજ મોદીએ ૮ વર્ષની બાળકી પર આખી રાતે રેપ કર્યો હતો. ૧૯ એપ્રિલે ભોપાલની ખાનગી હોસ્ટેલમાં પીડિતાને દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી તેની સાથે જે બન્યું તે થથરાવી મૂકે તેવું છે.
એક વીડિયો કોલ દરમિયાન, બાળકીએ રડવાનું શરું કર્યું હતું અને લોહી વહી રહ્યું છે તેવું માતાને કહ્યું બરાબર ત્યારે વોર્ડને ફોન કાપી નાખ્યો, આ પછી બીજા દિવસે સવારે માતા તેની પુત્રીને મળવા શાળાએ પહોંચી, જેણે તેણીને જાણ કરી કે વોર્ડને તેણીને દાળ-ચાવલ આપ્યા બાદ તેણી સૂઈ ગઈ હતી. કલાકો પછી ભાનમાં આવી ત્યારે તે અલગ રુમમાં એક દાઢીવાળા અંકલ સાથે રુમમાં હતી અને દાઢીવાળો માણસ તેની સાથે ખોટું કામ કરી રહ્યો હતો. પીડિતાએ કહ્યું કે રુમમાં બીજા પણ એક માણસ હાજર હતો, જે બોલતો હતો કે મોદી સાહેબ, બાળકી ભાનમાં આવી ગઈ, તેમ છતાં પણ દાઢીવાળાએ કંઈ ન સાંભળ્યું કે રેપ કરતો રહ્યો. પીડિતાની ફરિયાદ અનુસાર, દાઢીવાળો શખ્સ મિનિરાજ મોદી હતા જે સ્કૂલનો સંચાલક હતો. તેણે આખી રાતે તેની પર રેપ કર્યો હતો.
જ્યારે છોકરી બીજા દિવસે સવારે હોશમાં આવી, ત્યારે તે તેના રૂમમાં પાછી આવી ગઈ હતી. બાદમાં, તેણીને તેના પેટમાં દુખાવો થવા લાગ્યો અને તેણે વોર્ડનને જાણ કરી જેણે તેણીને ગંભીર પરિણામોની ધમકી આપી. જાકે તેણીએ રવિવારે તેની માતાને જાણ કરી દીધી હતી. ભોપાલની જય પ્રકાશ સરકારી હોÂસ્પટલમાં બાળકીની મેડિકલ તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ છે. “ફરિયાદના આધારે, અમે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (બળાત્કાર) અને જાતીય અપરાધથી બાળકોના રક્ષણની સંબંધિત કલમો હેઠળ હોસ્ટેલ વોર્ડન સહિત ત્રણ લોકો સામે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) નોંધ્યો છે. પોક્સો) એક્ટ.
પીડિતાએ સ્કૂલ સંચાલક મિનિરાજ મોદીને ઓળખી દેખાડ્યો છે. મિનિરાજ મોદીએ વોર્ડન પાસે બાળકીને નશીલા દાળ-ભાત ખવડાવીને બેભાન કરીને અલગ રુમમાં લાવવાનું કહ્યું હતું અને ત્યાર બાદ બીજા શખ્સની હાજરીમાં બાળકી પર આખી રાત રેપ કર્યો હતો. વચ્ચે એક વાર બાળકી ભાનમાં આવી ગઈ હતી તેમ છતાં પણ દરિંદાએ પોતાની વાસના સંતોષવાનું ચાલું રાખ્યું હતું.