કોડીનારમાં એસટીની સુવિધા ખૂબ જ ઓછી હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈને ધંધાર્થે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કોડીનારથી ગાંધીનગર, જખૌ, સુરતની બસો કાયમી ધોરણે ફુલ હોવાને કારણે પણ મુસાફરોને જગ્યા નથી મળતી. ત્યારે આગામી દિવસોમાં હોળી ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે તે અનુસંધાને એસટી નિગમ પંદરસો બસો દ્વારા સાત હજારથી વધુ એકસ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી રહ્યું છે. ત્યારે આ તહેવારોના દિવસોમાં કોડીનારથી ઓખા, જખૌ બંદર તથા અમદાવાદ માટે એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવે તેવી લેખિત માંગણી અજીતભાઈ ચાવડાએ ડેપો મેનેજર કોડીનાર, વિભાગીય નિયામક અમરેલીને કરી છે. ત્યારે અમરેલી વિભાગ કોડીનારની આ માગણી પુરી કરે છે કે નહીં એ જોવાનું રહ્યું.