સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના શ્રમિક પરિવારની બાળકી “મુક્તિ” જન્મજાત તૂટેલા હોઠની બીમારીથી પીડાઈ રહી હતી. આ બાળકીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત રાજકોટની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સફળતાપૂર્વક નિઃશુલ્ક ઓપરેશન કરાયું હતું. મજૂરીકામ કરતા પરિવારમાં ૨૦૨૨માં આ બાળકી મુક્તિનો જન્મ થયો હતો. જન્મથી જ હોઠ તૂટેલાં હતા. આથી પરિવાર ચિંતામાં હતો ત્યારે જ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ પરિવારની મદદે આવી હતી. ડા. દિશા ચૌહાણ અને ટીમ દ્વારા આ બાળકીની નિયમિત રીતે તપાસ થતી હતી.