હોંગકોંગથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૩૧૫ ફ્લાઇટ દરમિયાન ટેકનિકલ સમસ્યાની શંકા થતાં તેના મૂળ સ્થાને પરત ફરવી પડી હતી. બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર દ્વારા સંચાલિત આ ફ્લાઇટ છૈં૩૧૫ હોંગકોંગથી દિલ્હી રવાના થઈ હતી. ભારતમાં એર ઇન્ડિયા દ્વારા બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૨ જૂનના રોજ, ગુજરાતના અમદાવાદમાં પણ આવું જ એક વિમાન ક્રેશ થયું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા.
રવિવારે, લંડનના હીથ્રો એરપોર્ટથી ચેન્નાઈ (ભારત) જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ બીએ૩૫માં ટેકઓફ થયાની થોડી મિનિટો પછી જ ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનરે બપોરે ૧:૧૬ વાગ્યે (બ્રિટિશ સમય) ૩૬ મિનિટના વિલંબ સાથે ઉડાન ભરી હતી, પરંતુ લગભગ ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ, પાઇલટ્‌સને ફ્લૅપ સિસ્ટમમાં ખામીના સંકેતો મળ્યા. સલામતી પ્રોટોકોલ મુજબ, વિમાન ડોવરની ખાડી પર હોલ્ડિંગ પેટર્નમાં ઘણી વખત ચક્કર લગાવ્યું. આ સમય દરમિયાન, વિમાન લગભગ ૩૦ મિનિટ સુધી ૧૨,૦૦૦ ફૂટ પર રહ્યું અને સુરક્ષિત ઉતરાણ માટે, વધારાનું બળતણ હવામાં જ છોડવામાં આવ્યું, જેથી વજન ઘટાડી શકાય. લગભગ એક કલાક અને ૪૫ મિનિટની જહેમત પછી, વિમાન હીથ્રોના રનવે પર સુરક્ષિત રીતે ઉતર્યું. બધા મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા.
ગઈકાલે, હૈદરાબાદ આવી રહેલી લુફ્થાન્સાની ફ્લાઇટને રવિવારે સાંજે યુ-ટર્ન લઈને ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર પાછી ઉતરવું પડ્યું. ફ્લાઇટ એલએચ ૭૫૨ જર્મનીથી રવાના થઈ હતી. સોમવારે સવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાની હતી. લુફ્થાન્સા એરલાઇન્સે જણાવ્યું હતું કે અમને હૈદરાબાદમાં ઉતરવાની પરવાનગી મળી નથી. તેથી જ વિમાન યુ-ટર્ન લઈને પાછું ફર્યું.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લુફ્થાન્સાની ફ્લાઇટ એલએચ ૭૫૨ ને ૧૫ જૂન ૨૦૨૫ ના રોજ સાંજે ૬ઃ૦૧ વાગ્યે હૈદરાબાદ એરપોર્ટ પર બોમ્બ ધમકીનો ઇમેઇલ મળ્યો હતો. બોમ્બ ધમકી પછી, એક મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી હતી અને એસઓપી મુજબ બધી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સલામતીને ધ્યાનમાં રાખીને, એરલાઇનને મૂળ સ્થાન અથવા નજીકના યોગ્ય એરપોર્ટ પર પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી.
૧૫ જૂનની વહેલી સવારે, જેદ્દાહથી લખનૌ એરપોર્ટ પર ઉતરેલા સાઉદી અરેબિયન વિમાનના પૈડામાંથી ધુમાડો નીકળતો જાવા મળ્યો. એરક્રાફ્ટ રેસ્ક્યું એન્ડ ફાયર ફાઇટિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સાઉદી અરેબિયન ટીમના સહયોગથી, ધુમાડાને કાબૂમાં લેવામાં આવ્યો અને વિમાનને કોઈપણ અનિચ્છનીય ઘટનાથી બચાવી લેવામાં આવ્યું. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી ન હતી.