હૈદરાબાદમાં મર્સિડીઝ કારમાં એક સગીરા સાથે સામૂહિક બળાત્કારના કેસમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે આમાંથી ત્રણ આરોપી સગીર છે.આ ઉપરાંત આ ગેંગ રેપ કેસમાં રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. જેમાં એક આરોપી ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અન્ય એક આરોપી પણ હાઈપ્રોફાઈલ હોવાનું કહેવાય છે.
આ હાઈપ્રોફાઈલ કેસ સાથે જાડાયેલા ત્રણ આરોપીઓના રાજકીય કનેક્શન સામે આવ્યા છે. આરોપીઓમાં એક ધારાસભ્યનો પુત્ર છે, જ્યારે બીજા રાજ્ય સરકારના બોર્ડના અધ્યક્ષનો પુત્ર છે. આ કેસ સાથે જાડાયેલા પાંચ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ સગીર છે જ્યારે બે પુખ્ત છે. તમામ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે.
હૈદરાબાદના જુબિલિહિલ્સ વિસ્તારમાં મર્સિડીઝ કારમાં સગીર બાળકી સાથે ગેંગરેપના કેસમાં પોલીસે ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કરી હતી, આજે બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે એઆઇએમઆઇએમ ધારાસભ્યના પુત્ર સામે પણ કોઈ પુરાવા મળ્યા નથી, જ્યારે ્‌ઇજી નેતા અને વક્ફ બોર્ડના પ્રમુખના પુત્ર વિરુદ્ધ પુરાવા મળ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કેસમાં ગૃહમંત્રીના પૌત્રની સંડોવણી નથી. મર્સિડીઝ બેન્ઝ કાર અધ્યક્ષની છે જે ટીઆરએસના નેતા પણ છે.
ધારાસભ્યના પરિવારજનોએ દાવો કર્યો છે કે તેમનો પુત્ર કારમાંથી નીચે ઉતર્યો હતો. પબમાંથી બહાર નીકળ્યા પછી તે જ્યુબિલી હિલ્સના એક કાફેમાં એક કલાકથી વધુ સમય માટે ત્યાં હતો. આ પછી તેનો ભાઈ તેને ત્યાંથી લઈ ગયો. ઘટના સમયે તે કારમાં ન હતો. તે આરોપી સાથે નહોતો કારણ કે તેના કાકા અમેરિકા જઈ રહ્યા હતા અને તેઓ તેમને મળવા ગયા હતા.
પીડિતાના પિતાએ જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે ૨૮ મેના રોજ તેમની મોટી દીકરી પાર્ટીમાં ગઈ હતી. એમ્નેશિયા એન્ડ ઇન્સોગ્નિયા પબ, રોડ નંબર ૩૬, જ્યુબિલી હિલ્સમાં, તેની પુત્રીના મિત્રો સૂરજ અને હાદીએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પીડિતાના પિતાએ જણાવ્યું કે સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે કેટલાક લોકો મારી પુત્રીને લાલ રંગની મર્સિડીઝ કારમાં પબની બહાર લઈ ગયા. આ દરમિયાન એક ઈનોવા કાર પણ બહાર આવી હતી. કારમાં બેઠેલા લોકોએ મારી પુત્રી સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારથી મારી દીકરી આઘાતમાં છે. હાલ તે સમગ્ર ઘટનાનો ખુલાસો કરી શકે તેવી સ્થિતિમાં નથી