(એ.આર.એલ),હૈદરાબાદ,તા.૨૨
એક એવું શહેર જ્યાં પત્નીઓ ગુમ થવાની ફરિયાદો વધી ગઈ છે. Âસ્થતિ એવી થઈ છે કે, આ શહેરના ફક્ત એક પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૨૩ દિવસમાં ગુમ થવાની ૧૪થી વધારે ફરિયાદો આવી ચુકી છે. કોઈની પત્ની ઘરેથી એરપોર્ટ માટે નીકળી હતી, પણ તે એરપોર્ટ પહોંચી નથી, તો કોઈની પત્ની એરપોર્ટ પહોંચી ગઈ પણ ફાઈનલ ગંતવ્ય સુધી પહોંચી શકી નથી.
આ શહેરના એક એવું પોલીસ સ્ટેશન છે, જ્યાં સરેરાશ દર દોઢ દિવસમાં ગુમ થવાની એક ફરિયાદ આવે છે. સ્થાનિક પોલીસે આ તમામ ફરિયાદો પર એફઆઈઆર નોંધીને ગુમ મહિલાઓ સહિત બીજા લોકોની તપાસ શરુ કરી દીધી છે. તો આવો જાણી આ શહેર અને પોલીસ સ્ટેશનનું નામ. જ્યાંથી લોકોની પત્નીઓ ગુમ થઈ રહી છે. આ શહેરનું નામ હૈદરાબાદ છે. અમે જે પોલીસ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ, તેનું નામ સાઈબરાબાદ પોલીસ સ્ટેશન છે. આ પોલીસ સ્ટેશનમાં છેલ્લે ૧૭ એપ્રિલ ૨૦૨૪થી ૧૦ મેની વચ્ચે ગુમ થવાની ૧૪થી વધારે ફરિયાદ નોંધા ચુકી છે.
એરપોર્ટ સુરક્ષા સાથે જાડાયેલ વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કટ્ટા અંજનેયુલુ રાવ નામની વ્યÂક્તએ પોતાની ૨૭ વર્ષિની દીકરી ગુમ થવાની ફરિયાદ સાઈબરા બાદ પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, તેમની દીકરી ૪ મે ૨૦૨૪ની રાત ૧૧.૫૦ વાગ્યે મલેશિયા રવાના થવાની હતી. રાતમાં તેને ફ્લાઈટ ડિલે હોવાની જાણકારી આપી. પિતા અને દીકરીની વચ્ચે સવારે ૫ વાગ્યા સુધી વાત થઈ. ત્યાર બાદ ફોન Âસ્વચ ઓફ થઈ ગયો. ત્યાર બાદ તે મલેશિયા પણ ન પહોંચી અને તેના વિશે કોઈ જાણકારી પણ ન મળી.
આ કિસ્સો ૧૮ એપ્રિલ ૨૦૨૪નો છે. સાંજના લગભગ સવા છ વાગ્યે સાઈબરાબાદ પોલીસ સ્ટેશન પહોંચેલા તારકનાગા પ્રામાણિકે પોતાની પત્નીની ગુમ થવાની ફરિયાદ પોલીસ અધિકારીઓને કરી. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું કે, તેની ૨૨ વર્ષિય પત્ની પ્રિયા પ્રામાણિક ફોન પર કોઈ શખ્સ સાથે વાત કરી રહી હતી. આ વાતને લઈને તેને પોતાની પત્ની સાથે ઝઘડો થયો. બીજા દિવસે જ્યારે તે ઓફિસેથી ઘરે પહોંચ્યો તો તેની પત્ની ઘરમાં હતી નહીં. તેણે પોતાની પત્નીને શોધવાની ખૂબ જ કોશિશ કરી પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં.