હૈદરાબાદ મુકામે તારીખ ૮ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી યોજાયેલ પાંચમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ઉંમર વર્ષ ૩૦ થી ૧૦૫ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કુલ ઈવેન્ટસ ૭૨૫ હતી જેમાં રાજકોટ ખાતે નિવાસ કરતાં નીલાબેન ચોટાઈએ આ સ્પર્ધામાં ભાગ લઈને ગ્રુપ ૬૦ પ્લસમાં દસ હજાર મીટર રનીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ચોટાઈ પરિવાર તથા રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત ત્રિપલ જમ્પ તેમજ હાઈ જમ્પમાં ત્રીજા સ્થાને આવીને પોતાનું શારીરિક કૌશલ્ય અને તંદુરસ્તીનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. હવે તેણી આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેમની આ ઝળહળતી સફળતા બદલ ઠેર ઠેરથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.