તેલંગાણામાં ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં રવિવારે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયા હતા. માર્યા ગયેલાઓમાં આઠ માસૂમ બાળકો પણ છે. અહીંની એક ખાનગી હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૭ લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમઓ અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણાના હૈદરાબાદમાં આગની ઘટનામાં થયેલા જાનમાલના નુકસાનથી તેઓ ખૂબ જ દુઃખી છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. દરેક મૃતકના પરિવારના સભ્યોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોટી આગ લાગી હોવાના સમાચાર છે. ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં ૧૭ લોકોના દાઝી જવાથી મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. આ ઘટના રવિવારે સવારે ૫ થી ૬ વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.એવી શંકા છે કે આગ બિલ્ડીંગમાં લગાવેલા એસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હશે. હાલમાં, ૧૧ ફાયર બ્રિગેડ વાહનો આગ ઓલવવામાં રોકાયેલા છે. તે જ સમયે, ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે ૧૦ એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે, આટલા પ્રયત્નો છતાં, આગમાં ફસાયેલા ૧૭ લોકોને બચાવી શકાયા નહીં.આગ લાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબધી કરી દીધી હતી જયારે આગના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતાં
ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકો સહિત ૧૪ લોકોનો સમાવેશ થાય છે. તે બધા ખરાબ રીતે બળી ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ઇમારતમાં ૩૦ થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ઇમારતમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, રાત્રે ખૂબ જ ગરમી હતી અને ઘરમાં લગાવેલા બધા એસી ચાલુ હતા. આના કારણે ઘરનું વાયરિંગ ગરમ થઈ ગયું. આ દરમિયાન, વાયરિંગમાં આગ લાગી અને તેમાંથી નીકળેલી તણખાએ થોડી જ વારમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે લોકોને બહાર ભાગવાનો મોકો પણ ન મળ્યો.મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ પગલાં લેવા સૂચના આપી છે. મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, મુખ્યમંત્રી પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓના સંપર્કમાં છે.ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આગ બુઝાવવા અને લોકોને બચાવવામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોઇ કમી નથી ઇમારતમાં સુરંગની જેમ ફકત બે મીટરનો એક પ્રવેશ દ્વાર હતો પહેલો અને બીજા માળ સુધી પહોંચવા માટે ફકત એક મીટરની સીડી હતી આથી બચાવ અને બચાવ અભિયાન ખુબ મુશ્કેલ થઇ ગયું સવારે નવ વાગે આગ પર કાબુ મેળવ્યો હતો ઇમારાતની અંદર કુલ ૨૧ લોકો હતાં મૃત્યુનું કારણ શ્વાસ રૂધાઇ જવાનું છે કોઇને દાઝી જવાથી ઇજા થઇ નથી
અધિકારીના જણાવ્યા અનુસાર ૧૭ મૃતકોમાં ૧૦ વર્ષથી ઓછી વાયના આઠ બાળકો સામેલ છે. સૌથી ઓછી ઉમરના બાળકની ઓળખ ૧.૫ વર્ષીય પ્રધાનના રૂપમાં કરવામાં આવી છે સાત અન્ય બાળકોની ઓળખ સાત વર્ષીય હમી,ચાર વર્ષીય પ્રિયાંશ,બે વર્ષીય ઇરાજ,ત્રણ વર્ષીય આરૂષિ,ચાર વર્ષિય ઋષભ અનુયાન અને ચાર વર્ષીય ઇન્દુના રૂપમાં કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે ચારમીનારની પાસે ગુલઝાર હાઉસની એક ઇમારતમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેમાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાકને ઇજા થઇ છે.આ ધટના સવારે છ વાગ્યાની આસપાસ બની છે. આવી ઘટનાઓ દુખ લગાવે તેવી છે અહીના લોકોએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ વિભાગ પાસે પુરતા સાધનો ન હતાં હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન સાથે આ અંગે વાત કરીશ એઆઇએમઆઇએમના એક ધારાસભ્યે જણાવ્યું હતું કે શરૂઆતના અહેવાલો અનુસાર લગભગ ૨૦ લોકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઇજા પામેલાઓને તાકિદે યોગ્ય સારવાર મળી રહે તેવા આદેશ જારી કરવામાં આવ્યા છે.










































