ફિલ્મ ઉદ્યોગમાં એક અફવા ફેલાઈ રહી છે કે કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારન કથિત રીતે એક સંગીતકાર સાથે સંબંધમાં છે. કાવ્યા આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક છે. એવી પણ અફવાઓ છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. આ અફવા વાયરલ થઈ હતી જ્યારે એક રેડિટ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંને પોતાના સંબંધોને આગળ વધારવા માંગે છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અટકળોએ લોકોની ઉત્સુકતા વધારી દીધી છે.
તાજેતરમાં, કેટલાક ચાહકોએ દાવો કર્યો હતો કે તેઓએ પ્રખ્યાત સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનને એક ખાનગી ડિનરમાં સાથે જોયા હતા. રેડિટ યુઝર્સે લાસ વેગાસ ટ્રિપ હોટલથી ફરવા સુધીના તેમના ફોટા શેર કર્યા. એક રેડિટ યુઝરે લખ્યું, ‘મેં તેમને એક વર્ષ પહેલા વેગાસમાં જોયા હતા. તેઓ એકબીજા સાથે ખૂબ જ આરામદાયક હતા.’ ઘણા લોકોએ તેમના જૂના ઇન્ટરવ્યુ તરફ ધ્યાન દોર્યું. એવી આગાહી કરવામાં આવી હતી કે અનિરુદ્ધ ટેલિકોમ અથવા મીડિયા ઉદ્યોગની મહિલા સાથે લગ્ન કરશે.
રેડિટ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપરસ્ટાર રજનીકાંતે કલાનિધિ મારન સાથે આ સંબંધ વિશે વાત કરી છે. અનિરુદ્ધ રવિચંદર રજનીકાંતના નજીકના હોવાનું કહેવાય છે. જાકે, યુઝર્સે કહ્યું છે કે સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આ બાબતે કંઈ કહી શકાય નહીં. કેટલાક લોકો દાવો કરે છે કે લગ્નની તૈયારીઓ બંધ દરવાજા પાછળ શરૂ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે ૩૪ વર્ષીય અનિરુદ્ધ રવિચંદર એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તે અભિનેતા રવિ રાઘવેન્દ્ર અને નૃત્યાંગના લક્ષ્મીનો પુત્ર છે. તેમના પરદાદા ૧૯૩૦ના દાયકામાં ફિલ્મ નિર્માતા હતા. ૩૨ વર્ષીય કાવ્યા મારન સન ટેલિવિઝનના ચેરમેનની પુત્રી છે. તે આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક છે.














































