હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં અલગ અલગ રાજ્યોએ પોતાના કાર્યો અને સિદ્ધિઓને રજૂ કરી હતી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કામો રજૂ કર્યા હતા. ગુજરાત સરકારની સિદ્ધીઓ વિશે વાત કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે લીધી હતી. પાટીલે કોવિડ ૧૯ અને શિક્ષકો, ખેડૂતો અને મહિલા તથા વિધવાઓ વગેરે સમાજના તમામ વર્ગો માટે ગુજરાત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કામ પર લેખાજોખા રજૂ કર્યા હતા.
જો કે, આ દરમિયાન જે વાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું તે છે, ‘વન ડે, વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હતો. પાટીલે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટીલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરવામા આવેલા કામોની સિદ્ધિઓ ગણાવી હતી, જે બાદ પીએમ મોદીએ આ પ્રોગ્રામને લોકો સાથે જોડાવા માટેની સારી રીત ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રોગ્રામને સમગ્ર દેશમાં લાગૂ કરવો જોઈએ.
પીએમ મોદીએ આ વાત પર પ્રકાશ પાડતા પેજ કમિટી લોકો સાથે જોડાવામાં કેપેબલ હતી. જો કે, આ ફક્ત એ લોકો સુધી જ મર્યાદિત હતી, જે પેજ કમિટીના સભ્યો હતા. વન ડે વન ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ સંપૂર્ણ જિલ્લાને કવર કરવા તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચવામાં મદદ થઈ હતી. આ પ્રોગ્રામ દ્વારા એક જિલ્લામાં લગભગ ૮-૧૦ પ્રોગ્રામ ચાલતા હતા. એટલું જ નહીં આ પ્રોગ્રામમાં ેક રેલી ઓર્ગેનાઈઝ કરવા, નાની મોટી મીટિંગ્સ કરવી, ઈંટેલેક્ચુઅલ બેઠક કરવી, તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્કીમને લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને લોકોની ફરિયાદો દૂર કરવા માટે તમામ બેઠકો વગેરે સામેલ છે.
ગુજરાત ભાજપે અત્યાર સુધીમાં ૭ જિલ્લામાં આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. જો કે, ટૂંક સમયમાં આ પ્રોગ્રામ આખા ગુજરાતમાં લાગૂ કરવામા આવશે. આવી રીતે ઓડીઓડી પ્રોગ્રામ સમગ્ર દેશમાં આત્મસાત કરવાની ક્ષમતા ધરાવે છે. જેનો પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો. કારણ કે તે જનતા સાથે જોડાવાનો એક સારો એવો રસ્તો છે. આ બેઠકમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો કે, કેવી રીતે ગુજરાતે સંગઠન તથા સરકાર બંનેમાં પોતાની વિકાસ યાત્રા ચાલુ રાખી. તેનું પરિણામ સૌએ જોયું.