હૈતીના કેરેબિયન રાષ્ટ્રના દક્ષિણ નિપ્પ્સ ક્ષેત્રમાં મિરાગોએન નજીક શનિવારે પેટ્રોલ ટેન્કરમાં લીક થવાને કારણે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૧૫થી વધુ લોકોના મોત થયા છે. ઘાયલોને રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સથી લગભગ ૧૦૦ કિમી (૬૦ માઇલ) પશ્ચિમે આવેલા બંદર શહેર મીરાગોએનની સેન્ટે થેરેસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પીડિત લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલા ઈંધણને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
વચગાળાના વડા પ્રધાન ગેરી કોનલીએ અકસ્માતની પુષ્ટિ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેણે નિપ્સ વિસ્તારના અધિકારીઓ સાથે વાત કરી છે. સિવિલ ડિફેન્સ ટીમ અને અન્ય અધિકારીઓ બચાવ કામગીરીમાં લાગેલા છે. “સરકાર તમામ પીડિતો અને તેમના પરિવારો સાથે એકતામાં ઉભી છે અને હેલિકોપ્ટર દ્વારા સ્થળાંતર કરવાની યોજના બનાવી રહી છે,” કોનિલેએ લખ્યું.નાગરિક સુરક્ષાના રાષ્ટ્રીય વડા, ઇમેન્યુઅલ પિયરે જણાવ્યું હતું કે ગંભીર સ્થીતિમાં પીડિતોને સારવાર માટે અન્ય પ્રાદેશિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવશે.
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ટેન્કરની ગેસ ટાંકી અન્ય વાહન દ્વારા પંચર થઈ હતી. લોકો બળતણ એકત્ર કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન અચાનક ટેન્કરમાં વિસ્ફોટ થયો અને ત્યાં હાજર ઘણા લોકોના મોત થયા. જ્યારે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે કહેવું મુશ્કેલ છે કારણ કે ઘટનાસ્થળ પર ઘણા લોકો હતા.અગાઉ ૨૦૨૧ માં, હૈતીના ઉત્તરીય શહેર કેપ-હૈતીનમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન એક મોટરસાઇકલથી બચવાનો પ્રયાસ કરતી વખતે એક ટ્રક પાટા પરથી ઉતરી ગઈ હતી.
કેરેબિયન રાષ્ટÙ પણ સમયાંતરે બળતણની અછતથી પીડાય છે, જે પોર્ટ-ઓ-પ્રિન્સ અને અન્ય વિસ્તારોમાં વધતી ગેંગ હિંસાથી વધુ ખરાબ થઈ છે. તાજેતરના અઠવાડિયામાં મિરાગોન પ્રદેશમાં ઇંધણની ડિલિવરી ધીમી પડી છે, કારણ કે પોર્ટ-ઓ-પ્રિન્સ આસપાસના ગેંગ-નિયંÂત્રત હાઇવેને ટાળવા માટે ટ્રકોને ફેરી દ્વારા ખસેડવામાં આવી હતી.