તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બ્રિગેડિયર લિડરનું મૃત્યુ થયું હતું.બ્રિગેડિયર લિડરને આંખોમાં આંસુ સાથે પત્નીએ મજબુત મનથી પતિને વિદાય આપી.પિતાના મૃતદેહને જોઈને દીકરી રડી રહી હતી, આ ભાવનાત્મક ક્ષણમાં, લિડરની પત્ની અને પુત્રીએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
ગઈકાલે રાત્રે તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે જ્યારે તેમનો
મૃતદેહ પહોંચ્યો ત્યારે તેમની પત્ની અને પુત્રીની આંખો આંસુથી છલકાઈ હતી. પરંતુ એક સૈનિકની પત્ની અને પુત્રીએ આ દુઃખની ઘડીમાં પોતાની જોતને મજબૂત કરી અને એકબીજોનો હાથ પકડ્યો.
બ્રિગેડિયર લિડરની પુત્રી અસનાએ તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ દુખની ઘડીમાં બ્રિગેડિયર એલએસ લિડરના પત્નીની આંખો સુકાઈ ગઈ છે. જ્યારે તેમના હૃદયને મજબૂત કરીને પતિની અંતિમ વિદાયની વિધિ પૂર્ણ કરી હતી.આર્મી અધિકારીઓ બ્રિગેડિયર એલએસ લિડરની પુત્રી આસનને સાંત્વના આપી હતી જયારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ બેરાર સ્ક્વેર ખાતે બ્રિગેડિયર લિડરને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.