બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટનાએ તે બધી જ દુર્ઘટનાની યાદોને તાજી કરી છે જેમાં અનેક દિગ્ગજાએ જીવ ગુમાવ્યા હતા. ભારતીય રાજનેતા વાઇ એસ રાજશેખર રેડ્ડી, સંજય ગાંધી, માધવ રાવ સિંધિયા, જીએમસી બાલ યોગી, એસ મોહન કુમાર મંગલમ, ઓપી જિંદાલ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુ જેવા દિગ્ગજા વિમાન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
૧. ૨૩ નવેમ્બર ૧૯૬૩ના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં ભારતીય વાયુસેનાના ૬ અધિકારીઓએ જીવ ગુમાવ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ વિક્રમ સિંહ અને એર વાઈસ માર્શલ એર્લિક પિન્ટોનું મોત થયું હતું.
૨. ૩૧ મે ૧૯૭૩ના રોજ કોંગ્રેસના નેતા મોહન કુમાર મંગલમનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તે ઈન્ડિયન એરલાઈન્સ ૪૪૦ નામના વિમાનમાં સવાર હતા. તેના મૃતદેહની ઓળખ તેની પાર્કર પેનથી થઈ હતી.
૩. ૨૩ જૂન, ૧૯૮૦ના રોજ, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. નવી દિલ્હીના સફદરજંગ એરપોર્ટ નજીક તેમનું અવસાન થયું. ચોંકાવનારી વાત તે હતી કે તેઓ કોઈ પ્રવાસ પર નીકળ્યા ન હતા, પરંતુ તે પોતાનું ખાનગી વિમાન ઉડાવી રહ્યા હતા. તે એક સારા પાયલોટ પણ હતા.
વર્ષ ૨૦૧૧માં અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ ઘણા દિવસો સુધી મળ્યો ન હતો.
વર્ષ ૨૦૧૧માં અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ ઘણા દિવસો સુધી મળ્યો ન હતો.
૪. વર્ષ ૨૦૦૧માં અરુણાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી નટુંગનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું.
૫. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૧માં ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લામાં કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયાનું મોત પણ વિમાન ક્રેશના કારણે થયું હતું. તેઓ પોતાના પ્રાઈવેટ વિમાનમાં સવાર હતા. તેમાં ૪ પત્રકાર પણ સામેલ હતા. આ ઘટના પણ ખરાબ હવામાનને કારણે થઈ હતી. ભારે વરસાદને કારણે મોટા ગામમાં એક ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
૬. ૩ માર્ચ, ૨૦૦૨માં લોકસભાના અધ્યક્ષ તેલુગુ દેશ પાર્ટીના નેતા જીએમસી બાલ યોગી પણ આંધ્રપ્રદેશમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં માર્યા હતા હતા. બાલ યોગી બેલ ૨૦૬ નામના હેલિકોપ્ટરમાં સવાર હતા. એક અધિકારી જણાવ્યુ હતું કે વિમાન દુર્ઘટનાની ઘટના ખરાબ વિઝિબિલિટી હતું.
૭. સપ્ટેમ્બર ૨૦૦૪માં કેન્દ્રીય મંત્રી અને મેઘાલયના નેતા સી સંગમાંનું મોત પણ હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે થયું હતું. પવન હંસ નામના હેલિકોપ્ટરમાં સવાર થઈને સંગમાં ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા.
૮. ૩૧ માર્ચ ૨૦૦૫માં હરિયાણાના ઉર્જા મંત્રી ઓપી જિંદાલનું મૃત્યુ પણ વિમાન દુર્ઘટનામાં થયું હતું. વિમાન દુર્ઘટનાની ઘટનાની સમીક્ષા બાદ જાણવા મળ્યું હતું કે વિમાન ટેકનિકલ સમસ્યાને કારણે ઉત્તરપ્રદેશના સહારનપૂરમાં વિમાન ક્રેશ થયું હતું.
૯. ૩ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડી જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે ક્રેશ થયું હતું. ઘટના સમયે રેડ્ડીનું હેલિકોપ્ટર ચિત્તૂર જિલ્લામાં એક જંગલની ઉપરથી પસાર થઈ રહ્યું હતું. જે હેલિકોપ્ટરમાં રેડ્ડી સવાર હતા તેનું નામ બેલ ૪૩૦ હતું. તે અમેરિકન ટેક્નોલોજી પર આધારિત ડબલ એન્જિન હેલિકોપ્ટર હતું. ૨૭ કલાક બાદ વાયએસઆરનો મૃતદેહ મળી આવ્યો હતો.
૧૦. જા કે એવું માનવામાં આવે છે કે દિગ્ગજામાં પોતાનો જીવ ગુમાવનાર પ્રથમ નેતા સુભાષ ચંદ્ર બોઝ હતા, જેમનું વિમાન ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ ક્રેશ થયું હતું. પરંતુ તેમના મૃત્યુ અંગે શંકાઓ યથાવત છે.