જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે એક યુવક રાત્રે ઉંઘમાં ખાટલેથી પટકાયો હતો. જેના કારણે તેને હેમરેજ થતાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે મનસુખભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમના નાનાભાઈ ઘનશ્યામભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૩૭) રાત્રે ઉંઘી રહ્યા હતા ત્યારે અચાનક ખાટલા પરથી નીચે પડી જતાં માથાના ભાગે હેમરેજ થતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. યુવકના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાબરાના ધુડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં વિજયભાઈ ધનજીભાઈ તલસાણીયા (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ મહેશભાઈ ધનજીભાઈ તલસાણીયા (ઉ.વ.૩૪) છુટક મજૂરી કામ કરતા હતા.
તા.૨૦-૦૫-૨૦૨૨ના રોજ વાંડળીયા ગામે મગફળીનો ખોળ ટ્રકમાં ભરવાની મજૂરીએ ગયા હતા તે સમયે પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં અમદાવાદ સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.