હેડ ક્લાર્ક ભરતી કૌભાંડ મામલે અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરના પગલા ભરવા તેમજ યુવાનોને વળતર ચૂકવવા સહિતની માંગ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યા પ્રમાણે હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાથી હજારો યુવાનોની તૈયારી અને સપનાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને વળતર પેટે રૂ. પ૦ હજાર ચૂકવવામાં આવે.
જ્યાં સુધી આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આપના નેતાઓ ઉપવાસ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.