(એ.આર.એલ),કિવ,તા.૧૩
યુક્રેનના રાષ્ટÙપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુક્રેન પર રશિયાના તાજેતરના હુમલા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્વીકાર્યું કે બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં સ્થતિ ખૂબ જ ખરાબ છે.
ઝેલેન્સકીએ એક વીડિયો જાહેર કરીને રશિયન હુમલાનો જવાબ આપ્યો. તેમણે આ વીડિયોમાં કહ્યું હતું કે, “આજે મુખ્ય મુદ્દો રશિયન ઓપરેશન્સ પર અમારો પ્રતિભાવ છે. દિવસભર કમાન્ડર ઇન ચીફ, ગુપ્તચર વિભાગ અને ગૃહ મંત્રાલય તરફથી અહેવાલો આવ્યા.” તેમણે વધુમાં કહ્યું કે ખાર્કિવ ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જ્યાં રશિયા પોતાના પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટપતિએ કહ્યું, “સીમાવર્તી વિસ્તારોમાં સંરક્ષણાત્મક લડાઈ ચાલુ છે. કેટલાક ગામો એવા છે જે ગ્રે ઝોનમાંથી યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયા છે. રશિયા આ વિસ્તારોમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.” આ દરમિયાન ઝેલેન્સકીએ યુક્રેનિયન આર્મીનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે વોવચાન્સ્કના બહારના વિસ્તારમાં Âસ્થતિ ખૂબ જ ખરાબ છે. રશિયા આ ક્ષેત્રમાં સતત હુમલા કરી રહ્યું છે.
નોંધપાત્ર સરહદી પટ્ટી સાથે ખાર્કિવ પ્રદેશમાં રક્ષણાત્મક કામગીરી અને ભીષણ લડાઈઓ થઈ રહી છે. કેટલાક ગામો અસરકારક રીતે ગ્રે ઝોનમાંથી યુદ્ધ ઝોનમાં ફેરવાઈ ગયા છે. કબજેદારો તેમાંના કેટલાક પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અન્યનો ઉપયોગ આગળ વધારવા માટે કરી રહ્યા છે.
ઝેલેન્સ્કીએ કહ્યું, “હવે બધું તમે યુદ્ધમાં શું કરી શકો છો તેના પર નિર્ભર છે. શું તમે આ હુમલાઓનો સામનો કરી શકો છો, જેથી કરીને અન્ય લોકો પણ તે જ કરી શકે. અમે અન્ય ક્ષેત્રો પર પણ ધ્યાન આપી રહ્યા છીએ. જેમાં ડનિટ્સ્ક પ્રદેશનો સમાવેશ થાય છે. હેતુ ખાર્કિવ પ્રદેશમાં હુમલો આપણા દળોને પાછળ ધકેલવાનો છે.
રાષ્ટÙપતિ ઝેલેન્સકીએ નાગરિકોને આ સમયે લાગણીઓમાં વહી ન જવા વિનંતી કરી. દરેક સમાચારને બે વાર તપાસો અને હેડલાઇનની પાછળ ન દોડો. યુક્રેનિયન સૈન્ય પર વિશ્વાસ કરો, કારણ કે તેઓ જાણે છે કે આ પરિÂસ્થતિમાં શું કરવું. અમે અમારા ભાગીદારો સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છીએ.
મીડિયા અહેવાલો અનુસાર, સરહદ પારથી તાજા હુમલાઓ વચ્ચે રશિયાના નવ ગામોને કબજે કરવાના પગલા બાદ યુક્રેને ચેતવણી આપી હતી. યુક્રેને અહેવાલ આપ્યો છે કે ઉત્તરીય ખાર્કિવ પ્રદેશમાં પરિસ્થતિ ગંભીર બની ગઈ છે. રવિવારે રશિયાએ જણાવ્યું કે તેણે યુક્રેનના નવ ગામો કબજે કર્યા છે. તેના પર યુક્રેને કહ્યું કે લડાઈ ચાલી રહી છે અને તે હુમલાઓને પાછું ખેંચી રહ્યું છે.