ગત દિવસોમાં ધર્મ સંસદમાં આપવામાં આવેલ સ્પીચ પર વિવાદ ઘેરાતો જાય છે કાર્યવાહીની માંગ વચ્ચે અટલ સરકારમાં મંત્રી રહેલ યશંવત સિન્હાએ ભાજપ પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ વિવાદિત નિવેદન ભાજપ માટે ફિટ છે.

એક લેખમાં પૂર્વ નાણાંમંત્રી યશવંત સિન્હાએ મોદી સરકારની કડક ટીકા કરી છે સિન્હા અટલ સરકારમાં નાણાંમંત્રી હતાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી નારાજગી બાદ તેઓ ટીએમસીમાં સામેલ થયા હતાં આ લેખમાં તેમણે હરિદ્વાર હેટ સ્પીચ મામલા પર લખ્યો છે કે આ બધુ સત્તા માટે થઇ રહ્યું છે.

તેમણે લખ્યું છે કે આપણી રાષ્ટ્રીયતા આજે ૧૯૪૭ જેવી ખતરામાં નથી તેના તુટવાનો કોઇ ખતરો નથી આપણે આપણા લાંબા ઇતિહાસમાં પહેલા કરતા વધુ સુરક્ષિત છીએ તો પછી કાલ્પનિક ભય કેમ ફેલાવવામાં આવી રહ્યો છે સરલ ઉત્તર છે શક્તિ માટે.આજના શાસક પછી ભલે કેન્દ્રમાં હોય કે ભાજપ શાસિત રાજયોમાં સત્તામાં બની રહેવાનો એક જ સુત્ર છે અને તે છે એક અતુટ સાંપ્રદાયિક વિભાજન

તેમણે આગળ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ સરકાર માટે કોવિડ કોઇ મુદ્દો નથી અર્થવ્યવસ્થા કોઇ મુદ્દો નથી અમારી જમીન પર ચીનનો કબજા કોઇ મુદ્દો નથી.યશવંતક સિન્હાએ લખ્યું વિમુદ્રીયકરણ જેણે આપણી અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી તે કોઇ મુદ્દો નથી સત્તામાં બની રહેવા માટે બહુમતિ સમુદાયની વચ્ચે સાંપ્રદાયિક ભાવનાઓને ઉશ્કેરવા સિવાય કોઇ પણ મુદ્દો નથી

આ લેખમાં તેમણે લોકોને બંધારણ બચાવવાની પણ અપીલ કરી એ યાદ રહે કે તાજેતરમાં હરિદ્વારમાં થયેલ એક ધર્મ સંસદમાં કેટલાક હિન્દુવાદી નેતાઓ દ્વારા મુÂસ્લમો પ્રત્યે ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું હતું. તેમણે મંચથી મારવાની અપીલ કરવામાં આવી હતી.

હિન્દુ મહાસભાના જનરલ સેક્રેટરી અને નિરંજની અખાડા મહામંડલેશ્વર અન્નપૂર્ણા માએ આ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે અમે બધા મળી તેમના ૨૦ લાખ મારી દઇશું તો વિજયી કહેવાઇશું. તેમણે કહ્યું હતું કે કોપી પુસ્તક રાખો અને હાથમાં શત્ર ઉઠાવી લો તેમના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો અને પોલીસે આ મામલામાં કાર્યવાહી કરી છે.