એની ખુલ્લી લહેરાતી ઝુલ્ફો, એની કાજલ કરેલી કાળી આંખો, એનાં દાડમ જેવાં દાંત વચ્ચેથી એ ધીમો- ધીમો નીકળતો હસવાનો અવાજ, લિપસ્ટિક વિના પણ ફુલટાઇમ ગુલાબી રહેતાં એનાં હોઠ, અતિશય સફેદ નહિ પણ જોતાં જ ગમી જાય એવો માપસરનો ઘઉંવર્ણો વાન, ઊંચું કદ અને જુનાં મંદિરોમાં ઘડેલી ત્રિભંગી અપ્સરાઓની મૂર્તિ જેવું શરીર.
આમાંથી એકેય ગુણ કેયુરીનો નહતો. કેયુરી દેખાવે ખૂબ જ સામાન્ય હતી. પણ કૃણાલ તેને એક મજનુ-રાંજાની જેમ ચાહતો હતો.
કોલેજ કાળથી જ કૃણાલ કેયુરીનાં પ્રેમમાં હતો. સામે કેયુરી પણ તેને એટલું જ ચાહતી હતી. કૃણાલ આજે ખૂબ જ ખુશ હતો. કેમ કે, કેયુરી સાથેનાં રિલેશનશીપને આજે ત્રણ વર્ષ પુરાં થયાં હતાં. અને કોલેજ પણ પુરી થવા આવી હતી. હવે પોતપોતાનાં સપનાંઓને આંબવા સૌ કોઈ નવી દિશાઓમાં ફંટાઈ જવાનાં હતાં. ફરી ક્યારે, ક્યાં અને કેવી રીતે મળશે કોઈને કશી જાણ ન હતી.
પણ કૃણાલ કેયુરીને એ રીતે જવા દેવા ન હતો માંગતો. એટલે જ તેણે આજે કેયુરીને હોટેલમાં જમવા બોલાવી હતી. અને સરપ્રાઇઝ આપીને મેરેજ માટે પ્રપોઝ કરવાનો પ્લાન કર્યો હતો. ના, ના તેને કેયુરીનાં સપનાઓને કચડીને ઘર સંસાર માંડવા ન હતો. પણ તેને તો કેયુરીને કાયમ માટે હૃદયમાં રોકી રાખવી હતી. ભલે તે ગમે ત્યાં ઉડવા માંગતી હોય, સપનાં પુરા કરવા ગમે તેવું કપરું ચઢાણ ચડવા માંગતી હોય.
કૃણાલ તેનો સાથ આપશે. પણ એ બધામાં ભાગી-ભાગીને થાકે ત્યારે એક વિસામો લેવાની જિંદગી એ કેયુરી સાથે માણવા ઇચ્છતો હતો.
કૃણાલે આજે કોલેજે જ કેયુરીને વાત કરી દીધી હતી કે આજે સાંજે સાત વાગ્યે તે તેને તેનાં ઘરે લેવા આવશે. તૈયાર રહે. એક સરપ્રાઈઝ છે.
અને કૃણાલ નીકળી પડ્‌યો કેયુરીનાં ઘર તરફ. કેયુરીને લઈને ગાડી આગળ ચલાવી. ત્યાં જ કેયુરી બોલવા લાગી,
જો કૃણાલ મને એવું લાગે છે કે તું આપણાં રિલેશનને લઈને બહુ જ સિરિયસ છે. અને હોવું પણ જોઈએ એટલો સમયથી આપણે સાથે જ છે. પણ …પણ મારી ફીલિંગ હવે કંઈક અલગ છે. કેમ સમજાવું તને? હું હવે તારી સાથે નહીં રહી શકું. એટલામાં સમજી જા તો સારું.
આ સાંભળતાં જ કૃણાલની આંખમાંથી આંસુ નીકળી ગયાં. અને કશુંક યાદ આવતાં તેને એક ઘડી કરેલો કાગળ કેયુરીને આપ્યો. હજુ તો કેયુરી એ કાગળ ખોલીને વાંચે એ પહેલાં જ સામેથી એક મોટો ટ્રક આવ્યો અને તેઓની ગાડી સામે ટકરાયો.
ચાર પાંચ દિવસ પછી કેયુરીની આંખો ખુલી. તે એક હોસ્પિટલમાં હતી. તેનાં મમ્મી-પપ્પા અને ડોકટર તેની સામે ઊભાં હતાં. મમ્મી પપ્પા કેયુરી ભાનમાં આવતાં ખુશ થઈ ગયાં. ડોકટરે ચેક અપ પછી તે સ્વસ્થ છે એવું જણાવ્યું અને ઘરે જવા માટે રજા આપી દીધી.
પણ કેયુરીને કોઈએ કૃણાલ વિશે કશું જ ન જણાવ્યું. ત્યાં રહેલી એક નર્સ પાસેથી જાણવા મળ્યું કે તેની સાથે જે હતાં તે તો ત્યાં જ મૃત્યુ પામ્યાં છે. કેયુરીને ખૂબ આઘાત લાગ્યો. એટલામાં નર્સે તેની ગાડીમાંથી મળેલો તેનો સામાન આપ્યો. તેમાં
આભાર – નિહારીકા રવિયા કૃણાલે આપેલો પેલો ઘડી કરેલો કાગળ પણ હતો. તે લોહીનાં ડાઘાથી લાલ થઈ ગયો હતો. કેયુરીએ તે ખોલ્યો અને વાંચ્યો,
“ હું તને ખૂબ પ્રેમ કરૂં છું. તારા સપનાઓ, ઈચ્છાઓ બધાને માન આપું છું અને જીવનભરનો તારો સાથ માંગુ છું. પણ તારા પ્રેમ વિના હું એક ક્ષણ પણ નહીં જીવી શકું.”
કેયુરીને ખૂબ અફસોસ થયો પણ હવે એ સમય વીતી ગયો હતો.