લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાગરિકોએ મતદાન કર્યુ હતું. ખાંભા તાલુકાના રેબડી નેસના મતદારોને મતદાન માટે મતદાન મથક સુધી પહોંચવા અને પરત ફરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વાહન સુવિધા આપવામાં આવી હતી. ભૌગોલિક રીતે વિશેષતાઓ ધરાવતા વિસ્તારના નાગરિકોએ મતદાન કર્યુ હતું. કોઇપણ પરિસ્થિતિ હોય, ‘હું તો મતદાન કરીશ જ’ ના જુસ્સા સાથે મતદાતાએ વ્હીલચેર અને સહાયકની મદદ મેળવી મતદાન મથક સુધી પહોંચીને મતદાનનો નિર્ધાર કર્યો હતો. આ મતદારે મતદાન કરી અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યુવા મતદાતાઓએ પ્રથમવાર એકસાથે મતદાન કરી મતદાતાઓને મતદાન માટે અનુરોધ કર્યો હતો. ઔદ્યોગિક વિસ્તારના નાગરિકોએ પણ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ અદા કરી હતી. મતદાન મથકે પહોંચવા, પરત ફરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું.