સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને પ્રસપા અધ્યક્ષ શિવપાલ યાદવે ચુંટણી પહેલા એક થવાની જોહેરાત કરી દીધી છે.તેમણે કહ્યું છે કે બંન્ને જ પાર્ટીઓ વિધાનસભાની ચુંટણીમાં સાથે મળી ભાજપની વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે જો કે આ વાતને લઇ માહિતી મળી નથી કે બંન્ને પાર્ટીઓ કેટલીક કેટલી બેઠકો પર ચુંટણી લડશે એ વાતને લઇને રહસ્ય છે કે યાદવ પરિવારથી ચુંટણી મેદાનમાં કોણ કોણ પોતાની કિસ્મત અજમાવશે.
મુલાયમસિંહ યાદવની નાની વહૂ અપર્ણા યાદવને લઇને પણ સ્થિતિ સ્પષ્ટ નથી કે તે ચુંટણી લડશે કે નહીં સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતી નજરે પડનાર અપર્ણાને એક ટીવી મુલાકાતમાં પુછવામાં આવ્યું હતું કે જો તમને ભાજપથી ચુંટણી લડવાની ઓફર મળે તો તમે શું કરશો તેના જવાબમાં અપર્ણાએ કહ્યું હતું કે કોઇ પાર્ટીથી ઓફર આવે છે કે નહીં સૌથી પહેલા તો તે સમયની પરિસ્થિતિઓમાં રાજનીતિ થાય છે.આજની રાજનીતિ પર વાત કરવી જોઇએ કાલ કોને જોઇ છે.મોટા મોટા સંત મહર્ષિ કહી રહ્યાં છે કે જો આપણે આજ સુધારી લઇશું તો કાલ પોતાની આપ સુધરી જશે અમે તો અમારી આજ બનાવવામાં લાગ્યા છીએ ત્યારે એન્કરે કહ્યું કે તો પછી કહી દો કે તમે જીવશો ત્યાં સુધી સમાજવાદી પાર્ટીમાં જ રહેશો.
અપર્ણાએ હસતા હસતાં કહ્યું કે હું સમાજવાદી પાર્ટીની સાથે કદમથી કદમ મિલાવીને ચાલુ છું.તેમણે કહ્યું કે હું તે સમયે પાછળ ન હટી જયારે મને કૈટ વિધાનસભા જેવી બેઠક આપવામાં આવી જયાં ફકત ભાજપ અને કોંગ્રેસનું વર્ચસ્વ હતું મે તેના માટે પણ માંગ કરી ન હતી. એન્કરે તેમને પુછયું કે શું તમને બલિનો કબરો બનાવવામાં આવ્યા હતાં તેના પર અપર્ણાએ જવાબ આપ્યો હતો કે હવે જે કાંઇ પણ થયું પાર્ટી તરફથી જે કહેવામાં આવ્યું મેં તે રીતે કામ કર્યું.
તેમણે કહ્યું હતું કે મુલાયમસિંહ યાદવે મને કહ્યું હતું કે ચુંટણી લડીને બતાવી દો કે તમે શું કરી શકો છો.અમે ત્યાં ઝીરોથી ટીમ બનાવી અને સમાજવાદી પાર્ટી માટે મત એકત્રિત કર્યા તેમણે કહ્યું હતું કે હું મુલાયમસિંહ યાદવની સાથે હંમેશા ઉભી રહીશ.જે કાંઇ પણ નિર્ણય તે અમારા માટે લેશે તેના પર આગળ વધીશ એ યાદ રહે કે અપર્ણા યાદવે ભાજપ નેતા રીતા બહુગુણા જોશીની વિરૂધ્ધ લખનૌની કેટ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડી હતી જયાં તેમને હારનો સામનો કરવો પડયો હતો.