(એ.આર.એલ),બારામુલા,તા.૧૧
જમ્મુ-કાશ્મીરના બારામુલાના સાંસદ એન્જનિયર રાશિદને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તિહાર જેલમાંથી છૂટ્યા બાદ એન્જીનિયર રાશિદે કહ્યું કે મારા માટે કાશ્મીર સરકારનો નહીં પરંતુ મુદ્દો છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ દિલ્હીની એક કોર્ટે શેખ અબ્દુલ રશીદ (એન્જનિયર રાશિદ)ને આતંકવાદી ફંડિંગ કેસમાં ૨ ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપ્યા બાદ મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.મુક્ત થયા બાદ રાશિદે કહ્યું કે હું મારા લોકોને નિરાશ નહીં થવા દઉં. હું શપથ લઉં છું કે હું પીએમ મોદીના ‘નયા કાશ્મીર’ નારેટીવ સામે લડીશ, જે જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.તેમણે કહ્યું કે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ તેમણે જે પણ કર્યું, લોકોએ તેને નકારી કાઢ્યું. હું મારા લોકોના કલ્યાણ માટે કામ કરવા પ્રતિબદ્ધ છું. અમે ડરતા નથી.તેમણે કહ્યું કે મારી લડાઈ ઓમર અબ્દુલ્લાના શબ્દો કરતા મોટી છે. તેમની લડાઈ ખુરશી માટે છે, મારી લડાઈ જનતા માટે છે. હું ભાજપનો પીડિત છું, હું મારા છેલ્લા શ્વાસ સુધી પીએમ મોદીની વિચારધારા સામે લડીશ… હું મારા લોકોને એક કરવા માટે કાશ્મીર આવી રહ્યો છું, તેમને વિભાજિત કરવા માટે નહીં…”તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા એન્જનિયર રાશિદની જેલમાંથી મુક્તને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એન્જનિયર રાશિદે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં બારામુલા લોકસભા સીટ પરથી જીત મેળવી હતી. તેમણે નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા.રશીદને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ ૨૦૧૭ના જમ્મુ અને કાશ્મીર ટેરર ફંડિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રાષ્ટય રાજધાનીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. કથિત ટેરર ફંડિંગ કેસમાં યુએપીએની જાગવાઈઓ હેઠળ નેશનલ ઈન્વેસ્ટગેશન એજન્સી દ્વારા તેના પર આરોપ મૂકવામાં આવ્યા બાદ તે ૨૦૧૯ થી તિહાર જેલમાં બંધ હતો. પરંતુ દિલ્હી કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. તે પછી જ બુધવારે તેને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. એન્જનિયર રશીદની અવામી ઇત્તેહાદ પાર્ટી વિધાનસભા ચૂંટણી લડી રહી છે અને તાજેતરમાં જ પાર્ટીએ એક મેનિફેસ્ટો બહાર પાડીને રાશિદને મુક્ત કરવાની માંગ કરી હતી.