નેશનલ કોંન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું રાજનાસિંહથી સહમત છું કે ભારતનું વિભાજન એક એતિહાસિક ભુલ હતી.તેનું નુકસાન ભારતીય મુસલમાનોને ભોગવવું પડી રહ્યું છે.તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની લડાઇ ફકત ધાર્મિક તનાવને વધારે છે.તેને ટાળી શકાઇ હોત જો આ ફકત એક રાષ્ટ્ હોત તો.આ પહેલા ફારૂક અબ્દુલ્લાએ એક કાર્યક્રમને સંબોધન કરતા કાશ્મીર પંડિતના મુદ્દા પર પણ વાત કહી હતી તેમણે કહ્યું હતું કે કાશ્મીર પંડિત ત્રણ દાયકાથી પોતાની સમ્માનજનક વાપસી અને પુર્નવાસ માટે તરસી રહ્યાં છે આ મુદ્દા ખુબ જ મહત્વપૂર્ણ છે.અબ્દુલ્લાએ કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ જ એકમાત્ર એવો પક્ષ છે જે પંડિતોની ઘાટીમાં વાપસી અને પુર્નવાસને સુનિશ્ચિત કરી શકે છે.
એ યાદ રહે કે ભારત બાંગ્લાદેશ મિત્રતા સમારોહ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે પાકિસ્તાને હંમેશા છદ્મયુધ્ધ કર્યું છે.આ લડાઇથી જોણી શકાય છે કે ધર્મના આધાર પર ભારતનું વિભાજન એક એતિહાસિક ભુલ હતી.પાકિસ્તાનનો જન્મ ધર્મના આધાર પર થયો હતો આમ છતાં તે એક રહી શકયું નહીં ૧૯૭૧ની હાર બાદથી આપણો પડોસી ભારતથી સતત છદ્મયુધ્ધ કરાવતું રહ્યું છે.
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીક ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા બે પોલીસ કર્મચારીઓની હત્યા પર દુખ વ્યકત કરી કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે પાકિસ્તાનની સાથે વાતચીત કરવી જ પડશે તેના સિવાય કોઇ વિકલ્પ નથી