ઉત્તરપ્રદેશમાં યોજોનાર વિધાનસભા ચુંટણીને લઇને જયાં એક તરફ તમામ રાજકીય પક્ષો અત્યારથી જ ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે.જયારે હવે યુપી ચુંટણીમાં આ વખતે બોલીવુડની પણ એન્ટ્રી થનાર છે વારાણસીમાં તેની શરૂઆત મિસ ઈન્ડિયા મોસ્ટ પોપુલર ફેસ ૨૦૧૮ રચના સિંહ યદુવંશીએ સીધી પ્રિયંકા ગાંધીને ટકકર આપવાની વાત કરી છે.
પોતાના એક શુટ પર વારાણસી પહોંચેલ રચના સિંહે કાશીમાં થયેલ વિકાસ કાર્યો અને યુપીમાં મહિલા સશક્તિકરણની પ્રશંસા કરી આ સાથે જ દેશમાં યુવતીઓની સાથે થઇ રહેલ બળાત્કાર જેવી ધટના પર કડક કાનુન લાવવાની વાત કહી.યુપી ચુંટણીમાં પ્રિયંકા ગાંધી દ્વારા યુવતીઓને પ્રોત્સાહન આપવા પર રચનાએ કહ્યું કે તે ફકત ચુંટણીના સમયે જ જોવા મળે છે. રચના સિંહે કહ્યું કે જો હકીકતમાં પ્રિયંકા ગાંધી મહિલાઓ અને યુવતીઓને આગળ વધારવા ઇચ્છતા હોય તો તેઓ એવું કરે જેનાથી તમામને વિશ્વાસ થઇ શકે અચાનક જે રીતે તે રાજનીતિમાં આવ્યા છે જો હું રાજનીતિમાં આવું તો તેમનાથી વધારે મત હાંસલ કરૂ મને સપા ભાજપથી ઓફર મળી રહી છે.
ઝિન્નાના સવાલ પર રચના સિંહ યદુવંશીએ કહ્યું કે હિન્દુસ્તાન અબ્દુલ કલામ જેવા વ્યક્તિનો છે દેશદ્રોહીની વાત ન કરવામાં આવે તેજ સારૂ છું હું બાબા શ્રીકાંશી વિશ્વનાથની ભકત છું અને તે સારૂ થઇ રહ્યું છે તો સારૂ છે.અયોધ્યામાં ભગવાન રામની મંદિર બની રહ્યું છે કાંશીમાં બાબા વિશ્વનાથનું મંદિર ભવ્ય થઇ રહ્યું છે તો આવું જ મથુરામાં પણ થવું જોઇએ
ગાઝીપુરની જમાનિયાના રહેવાસી રચના સિંહે પોતાનો પુરો અભ્યાસ વારાણસીથી કરી છે તે ૨૦૧૮ મિસ ઈન્ડિયા પોપુલર ફેસ ૨૦૧૭માં મિસ કાશી અને ૨૦૧૮માં જ મિસ યુપી બની હતી રચના ટીવી સીરિયલ તિતલિયામાં મુખ્ય કલાકાર તરીકે કામ કરી ચુકી છે.બોલીવુડ અને સાઉથની બે ફિલ્મનું હજુ શુટીંગ ચાલી રહ્યું છે.
રચના સિંહનો દાવો છે કે ભાજપ સપા જેવી પાર્ટી સતત તેમનો સંપર્ક કરી રહ્યાં છે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી પર પ્રહારો કરતા રચનાએ કહ્યું કે ૫૫ વર્ષની મહિલા કહે છે કે હું યુવતી છું તો હું શું છું અને જો મને તર મળશે તો હું પ્રિયંકા ગાંધીની સામે ચુંટણી લડી તેમને પરાજીત કરી જીત હાંસલ કરી શકુ છું.