મણિપુરની મહિલાઓના વાયરલ થયેલા વીડિયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને મહિલાઓના કપડાં ઉતારવા અને શોષણ કરવાના મામલાને શરમજનક ગણાવ્યો હતો. પીએમએ કહ્યું કે મણિપુરની આ ઘટના પર “મારું હૃદય પીડાથી ભરાઈ ગયું છે”. આ ઘટનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન ભાવુક થઈ ગયા હતા. તેમણે દેશને ખાતરી આપી હતી કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. કહ્યું કે દીકરીઓ સાથે જે થયું છે તેનાથી દેશ શરમ અનુભવે છે. દોષિતોને માફ કરવામાં આવશે નહીં.
સંસદના ચોમાસુ સત્ર પહેલા મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે કેટલા પાપી છે, કોણ છે.. તેઓ પોતાની જગ્યાએ છે પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓ શરમ અનુભવે છે. કાયદો અને વ્યવસ્થાએ કડક કાર્યવાહી કરવી જાઈએ, કડક પગલાં લેવા જોઈએ. ઘટના રાજસ્થાન, છત્તીસગઢ કે મણિપુરની હોય, કાયદો પોતાનો માર્ગ અપનાવશે. મહિલાઓનું હંમેશા સન્માન કરવામાં આવશે. વડા પ્રધાને કડક સ્વરમાં કહ્યું કે કાયદો તેની તમામ શક્તિ સાથે કડક પગલાં લેશે.