૧૪ ડિસેમ્બરના રોજ અભિનેતા શ્રેયસ તલપડેના હાર્ટ એટેકના સમાચાર આવ્યા ત્યારે સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. એક સમયે કોઈને વિશ્વાસ ન હતો કે તેને હાર્ટએટેક આવ્યો છે.. આ સમાચારથી તેના ચાહકો અને શુભેચ્છકો ચિંતિત હતા. શ્રેયસની પત્નીએ એક દિવસ પછી માહિતી આપી હતી કે હવે અભિનેતા ઠીક છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. હવે શ્રેયસે તાજેતરના ઈન્ટરવ્યુમાં ૧૪મી ડિસેમ્બરના દિવસની દરેક ક્ષણ શેર કરી છે. તેણે એ પણ જણાવ્યું કે તે ક્લિકનીકલી ડેડ હતો.
સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ એક ઈન્ટરવ્યુ દરમિયાન શ્રેયસ તલપડેએ કહ્યું હતું કે, ‘હું મારા જીવનમાં ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયો નથી. તમારા સ્વાસ્થ્યને કદી ગ્રાન્ટેડ ન લો. આ પ્રકારનો અનુભવ જીવન પ્રત્યેના તમારા વિચારોને બદલી નાખે છે. શ્રેયસે ‘ ૧૬ વર્ષની ઉંમરથી થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. ૨૦ વર્ષની ઉંમરે પ્રોફેશનલ એક્ટર બની ગયો હતો. છેલ્લા ૨૮ વર્ષથી મારી કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છું. શ્રેયસે આગળ કહ્યું, ‘છેલ્લા અઢી વર્ષથી હું સતત કામ કરી રહ્યો હતો અને મુસાફરી કરી રહ્યો હતો. આ સમય દરમિયાન મને ઘણી વાર અસ્વસ્થતા અનુભવાઈ પરંતુ મેં કામ કરવાનું ચાલુ રાખ્યું. જાકે મેં ડોક્ટરને બતાવ્યું હતું. મારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે હતું અને હું તેના માટે દવા પણ લેતો હતો.
૧૪ ડિસેમ્બરના દિવસ વિશે શ્રેયસે કહ્યું હતુ કે, ‘અમે અહેમદ ખાનની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે મુંબઈના એસઆરપીએફ મેદાનમાં શૂટિંગ કરી રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક મારા ડાબા ભાગમાં દુખાવો શરૂ થયો અને મને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી હતી. હું જેમ તેમ કરીને મારી વેનિટી સુધી પહોંચ્યો અને મારા કપડાં બદલ્યા. હું મારી કાર પર પહોંચ્યો પરંતુ હું ખૂબ જ અલગ અનુભવી રહ્યો હતો. મેં સીધા હોસ્પિટલ જવાનું વિચાર્યું પણ પછી પહેલાં ઘરે જવાનું વિચાર્યું. હું ઘરે પહોંચ્યો અને મારી હાલત ખરાબ થઈ ગઈ. મારી પત્ની દીપ્તિએ મને જાયો અને દસ મિનિટમાં અમે હોસ્પિટલ જવા રવાના થયા. શ્રેયસે આગળ કહ્યું, ‘જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હું ગેટ જાઈ શકતો હતો પરંતુ ત્યાં બેરિકેડ હતા તેથી અમારે યુ ટર્ન લેવો પડ્યો. બીજી જ ક્ષણે મારો ચહેરો સુન્ન થઈ ગયો અને મને હાર્ટ એટેક આવ્યો. મારું હૃદય થોડી મિનિટો માટે કામ કરતું બંધ થઈ ગયું હતું.
શ્રેયસે કહ્યું, ‘મારી હાલત જાઈને દીપ્તિ ડરી ગઈ. તે પોતાની જાતે કારનો દરવાજા ખોલી શકી ન હતી કારણ કે અમે ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા. તે દોડીને આવી અને અન્ય લોકોની મદદથી મને હોસ્પિટલ લઈ ગઈ. મને સીપીઆરર અને ઈલેક્ટ્રક શોક આપવામાં આવ્યો અને હું જીવતો થયો. તે સમયે હું ક્લિકનીકલી ડેડ હતો.
શ્રેયસે આગળ કહ્યું હતું કે, હું દરેકને કહીશ કે આપણું શરીર આપણને સંકેતો આપે છે, તેને ક્યારેય અવગણશો નહીં. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. તે એક ખૂબ જ ખરાબ હાર્ટ એટેક હતો અને હું મૃત્યુ પામ્યો હતો. તે મારા માટે વેકઅપ કોલ હતો અને આ જીવન મારા માટે બીજી તક છે. જેમણે મારો જીવ બચાવવામાં મદદ કરી તેમના માટે હું આભારી છું. હું જીવનભર તેમનો ઋણી રહીશ.