ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલે રાજીનામું આપ્યું છે અને તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જાડાઈ ગયા છે.ભાજપમાં વિધિવત્ સામેલ થતી વખતે કોટવાલે પત્રકારોને સંબોધ્યા હતા.
તેમણે જણાવ્યું હતું, “જે પાર્ટીમાં હું કામ કરી રહ્યો હતો તેની કામ કરવાની પદ્ધતિથી નારાજ હતો. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મેં વાત કરી હતી કે એનજીઓ આદિવાસીઓનું શોષણ કરે છે. ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે મોદીએ ગુજરાતમાં જે કામગીરી કરી, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં.”
“વડા પ્રધાન મોદી જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના ઘેરઘેર ફર્યા છે. ત્યાર બાદ રાજકારણમાં આવતાં પહેલાં આદિવાસીઓની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કર્યા બાદ તેમણે મને ૨૦૦૭માં એમણે કહ્યું હતું કે ગુજરાતનો દરેક આદિવાસી પાકા મકાનમાં રહેવો જાઈએ. વીજળી અને પાણીની વ્યવસ્થા મળવી જાઈએ. તેમને બે ટંકનું ભોજન મળવું જાઈએ.” ” ૨૦૦૭માં જાડાવાનો હતો. મોદીએ મને બોલાવ્યો અને કહ્યું કે રાજકારણમાં સારા સ્વચ્છ અને સારી પ્રતિષ્ઠા ધરાવતા લોકોની મારા પક્ષમાં જરૂરિયાત છે. ત્યારથી હું વડા પ્રધાન મોદીનો ભક્ત બન્યો હતો.” ” હું ભલે કાંગ્રેસમાંથી ત્રણ વખત ચૂંટાયો, પણ મારા દિલમાં નરેન્દ્ર મોદી વસેલા હતા.”
આ પહેલાં આદિવાસી સમાજના આગેવાન અને વર્ષોથી કાંગ્રેસ સાથે જાડાયેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબહેન આચાર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લોકચાહના ધરાવતા અશ્વિન કોટવાલ પોતાના સંખ્યાબંધ સમર્થકો સાથે આજે સત્તાવાર રીતે ભાજપમાં જાડાયા. છેલ્લા ઘણા સમયથી કાંગ્રેસથી નારાજ અશ્વિન કોટવાલની હાજરીથી ભાજપને આદિવાસી મતો મેળવવામાં ફાયદો થઈ શકે છે. અશ્વિન કોટવાલનો જન્મ ૨૧ આૅક્ટોબર ૧૯૬૪ના રોજ થયો હતો. તેમના પિતા લક્ષ્મણભાઈ આદિવાસી સમાજના આગેવાન હતા અને રાજકારણમાં પણ સક્રિય હતા.જેના કારણે તેમને પણ સક્રિય રાજકારણમાં રસ પડ્યો હતો. તેઓ બારમા ધોરણમાં હતા ત્યારથી કાંગ્રેસ સાથે જાડાયેલા હતા. તેમણે પોતાના પિતા ઉપરાંત પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજકારણના પાઠ શીખ્યા હતા. વર્ષ ૧૯૯૦માં તેઓ ગુજરાત યુથ કાંગ્રેસના જનરલ સૅક્રેટરી બન્યા હતાં, જે બાદ સાબરકાંઠામાં જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ વિરોધપક્ષના નેતા બન્યા હતા.તેઓ પહેલી વખત ૨૦૦૭માં કાંગ્રેસ તરફથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ સતત ત્રણ ટર્મથી તેઓ ખેડબ્રહ્મા બેઠક પર જીતતા આવે છે.