બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર પોતાની ફિલ્મોની સાથે સાથે મજોકિયા અંદાજને કારણે પણ ઓળખાય છે. અનિલ કપૂરના ઈન્ટર્વ્યુ પણ ઘણાં મજોના હોય છે. અત્યારે અનિલ કપૂરના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. અનિલ કપૂરે એકવાર એક વાતચીત દરમિયાન કહ્યુ હતું કે તે કંગના રનૌત માટે પોતાની પત્ની સુનિતા કપૂરને છોડી શકે છે. આ નિવેદનના સંદર્ભમાં ઘણી અટકળો ચાલી રહી છે, લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું ખરેખર અનિલ કપૂર પત્ની સુનિતાને છોડવાના છે? અનિલ કપૂર કંગનાના આટલા મોટા ફેન છે? પરંતુ આ સમગ્ર વાતની વાસ્તવિકતા અલગ જ છે. ઉલ્લેખનીય છે કે અનિલ કપૂરે આ વાત ફિલ્મમેકર કરણ જોહરના ટોક શા દરમિયાન કહી હતી. આપણે સૌ જોણીએ છીએ કે કરણ જોહરના ટોક શા કોફી વિથ કરણમાં સેલેબ્સને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે અને સેલેબ્સ અહીં મોટા અને ચોંકાવનારા ખુલાસા પણ કરતા હોય છે. આ શામાં સેલેબ્સ દ્વારા કહેવામાં આવેલી વાતો પછી ચર્ચાનો વિષય બની જતી હોય છે. કરણના શા પર એકવાર અનિલ કપૂર, કંગના રનૌત અને સંજય દત્ત એકસાથે મહેમાન તરીકે પહોંચ્યા હતા. કરણ જોહરે આ સેલેબ્સને પણ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. કરણ જોહરે રેપિડ ફાયર રાઉન્ડમાં અનિલ કપૂરને પૂછ્યુ હતું કે એવી કઈ મહિલા છે જેના માટે તમે પત્ની સુનિતાને છોડી દેશો? આના પર અનિલ કપૂરે કંગના રનૌત તરફ ઈશારો કર્યો હતો. આ સાંભળીને કરણ જોહરે અનિલ કપૂરને કહ્યુ હતું કે, મને લાગે છે હવે તમારે ચિંતા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે શા દરમિયાન અનિલ કપૂરે મજોકિયા અંદાજમાં આ ઉત્તર આપ્યો હતો. આ વીડિયો વાયરલ થયો છે ત્યારે લોકો અનિલ અને સુનિતા કપૂરના છૂટાછેડાની અફવા ફેલાવી રહ્યા છે, પરંતુ આ માત્ર એક મજોકમાં કહેવામાં આવેલી વાત હતી. વર્ષ ૧૯૮૪માં અનિલ કપૂરે સુનિતા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સુનિતા મોડલ હતા અને તેમના પિતા બેન્કર હતા. અત્યારે સુનિતા કપૂર કોસ્ટ્યુમ ડિઝાઈનર પણ છે. અનિલ કપૂર અને સુનિતા કપૂર ત્રણ બાળકોના માતા-પિતા છે. તેમની બે દીકરીઓ સોનમ કપૂર અને રિયા કપૂર છે જ્યારે દીકરો હર્ષવર્ધન કપૂર છે. સોનમ અને રિયાના લગ્ન થઈ ગયા છે.