અમેરિકાની અભિનેત્રી હિલેરી ડફ ફરી એકવાર સમાચારોમાં આવી છે અને હવે કારણ છે તેનું ન્યૂડ ફોટોશૂટ. આ ફોટોશૂટ તેણે વીમેન્સ હેલ્થ મેગેઝિનના કવર માટે કરાવ્યું છે. જેમાં તે પોતાના પરફેક્ટ બોડી અને ટેટ્ટૂને ફ્લોન્ટ કરી રહી છે. હાઉ આઈ મેટ યાર ફાધર’ ફિલ્મથી ચર્ચામાં આવેલી અભિનેત્રીએ આ અંકમાં બોડી ઈસ્યૂઝ પર પણ વાત કરી છે. કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.
હિલેરીએ કહ્યું કે, અનેર વાર મને મારા બોડી વિશે અનેક વાતો સાંભળવા મળી છે. જેનો જવાબ મે આ ફોટોશૂટથી આપ્યો છે. હિલેરીએ કહ્યા કે, મારા કરિયરના કારણે…હું તેમાં પોતાની કોઈ મદદ નહોતી કરી શકું એમ, એવું બનવા સિવાય…હું કેમેરા પર હતી અને અભિનેત્રીઓ પાતળી હોય છે.
અભિનેત્રી હિલેરી ૩ બાળકોની માતા છે અને પોતાના શરીરને લઈને ખૂબ જ સહજતા અનુભવે છે. તે કહે છે કે, મને મારા શરીરથી પ્રેમ છે અને મને ગર્વ છે કે મે ૩ બાળકોને જન્મ આપ્યો છે. હું હવે એક એવા મુકામ પર પહોંચી ચુકી છું જ્યારે મને મારા શરીરથી કોઈ સમસ્યા નથી. હિલેરીએ કહ્યું કે ફોટોશૂટ થતા પહેલા મેકઅપ આર્ટિસ્ટે મારા આખા શરીરને ગ્લો કરાવ્યું અને મને સારા પોઝ દેવામાં મદદ કરી.
હિલેરીના ત્રણ બાળકો છે. જેના નામ લ્યુકા, બેંક્સ અને મે છે. તેણે કહ્યું કે મારા શરીરના આ સફરમાં માતા બનવાનું મહત્વનું રહ્યું. તેણે કહ્યું કે, મને એવી ખબર નહોતી કે છૂટાછેડા બાદ મને વધુ એક બાળકને જન્મ આપવાનો મોકો મળશે. બીજી વાર માતા બન્યા બાદ હું મારા શરીર સાથે સહજ થઈ. આ અનેક વસ્તુઓનો સંગમ હતો. સેટલ થવાનો, હું મજબૂત છે તેનો એહસાસ કરવાનો અને સ્માર્ટ છું તેનો પણ.