હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા પર કરેલા નિવેદન બાદ નવનીત બાલધિયાને આત્મજ્ઞાન થયું છે. ગઈકાલે કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વિશે નિવેદન આપ્યા પછી આજે માફી માંગી છે. નવનીત બાલધિયાએ માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય હીરા સોલંકીની નવનીત બાલધિયાએ માફી માંગી છે.
ગઈકાલે કોંગ્રેસમાં જાડાયા પછી નવનીત બાલધિયાએ નિવેદન આપ્યું હતું. હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આજે વીડિયો વાયરલ કરીને બંને નેતાઓની બાલધિયાએ માફી માંગી છે.
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં બગદાણા વિવાદના પીડિત તરીકે ચર્ચામાં આવેલા નવનીત બાલધિયાએ અચાનક રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેમની આ એન્ટ્રીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
નવનીત બાલધિયાએ પોતાના રાજકીય સફરની શરૂઆત ભાજપ સાથે જાડાણથી કરી હોવાની ચર્ચા વચ્ચે હવે તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આ પરિવર્તનને ઘણા રાજકીય વિશ્લેષકો “અચાનક અને આશ્ચર્યજનક” ગણાવી રહ્યા છે. ભાજપના માધ્યમથી આગળ વધ્યા બાદ કોંગ્રેસમાં જાડાવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.
બાલધિયાના ઉદય પાછળ સમાજના કેટલાક આગેવાનો અને ખાસ કરીને સોલંકી બંધુઓના સમર્થનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ બગદાણા વિવાદ દરમિયાન ન્યાય અપાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે બાલધિયાને ઓળખ અને સમર્થન મળ્યું.
આ સમગ્ર પ્રકરણમાં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે બાલધિયા પર આરોપ છે કે તેમણે એક તરફ ભાજપની મદદથી પોતાની ઓળખ ઉભી કરી અને બીજી તરફ કોંગ્રેસમાં જઈને વફાદારી દર્શાવી. રાજકીય ભાષામાં આને “દ્વિચારી રણનીતિ” તરીકે પણ જાવામાં આવી રહ્યું છે.
નવનીત બાલધિયા સાથે અન્ય કેટલાક કોળી આગેવાનો પણ કોંગ્રેસમાં જાડાયા છે. જેનાથી આ સમીકરણને વધુ રાજકીય વજન મળ્યું છે. ખાસ કરીને કોળી સમાજમાં આ પગલાને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જાવા મળી રહી છે.
બાલધિયા અગાઉ માયાભાઈ આહીરના દીકરા જયરાજ સાથેના વિવાદને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. જેના કારણે તેમની ઓળખ વધુ વ્યાપક બની હતી. આ વિવાદ પછી તેઓ જાહેર જીવનમાં વધુ સક્રિય બન્યા અને હવે સીધા રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે. આવનારા સમયમાં બાલધિયાનો પ્રભાવ કેટલો રહેશે અને તેઓ કોંગ્રેસમાં કેટલી અસરકારક ભૂમિકા ભજવી શકશે તે જાવાનું રહેશે.