પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીની જહેમતથી રાજુલા-જાફરાબાદના ૧ર ગામો સમરસ જાહેર થયા છે. ત્યારે સમરસ ગામના વિકાસ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ભેટ અપાશે.
ખેરામાં સરપંચ તરીકે મંગુબેન ગુજરીયા, જાપોદરમાં મનુભાઇ ધાખડા, બાલાપરમાં લખુભાઇ મેગળ, નિંગાળામાં હરસુરભાઇ લાખણોત્રા, નેસડી-૧માં જાનવીબેન લાખણોત્રા, દુધાળામાં હેતલબેન વરૂ, કોળી કંથારીયામાં કમુબેન ચૌહાણ, ઘેસપુર સોખડામાં જયશ્રીબેન વરૂ, બાલાની વાવમાં પસાભાઇ જાગદીયા, જીકાદ્રી નાનીમાં પ્રકાશભાઇ વરૂ તેમજ સાકરીયા નાના-મોટામાં અશ્વિનભાઇ વરૂને સરપંચ તરીકે ઘોષિત કરાયા છે.
આ રીતે કુલ ૧ર ગ્રામ પંચાયત બિનહરીફ થતા ગામડાના વિકાસ અર્થે સહભાગી થયેલા ગામના આગેવાનો, વડીલો તેમજ બિનહરીફ જાહેર થયેલા સરપંચોને ગામોના વિકાસ માટે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ અભિનંદન
પાઠવ્યા હતા.