દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આબોહવા પરિવર્તનને સંબોધવા માટે ભારતનું પ્રથમ મુંબઈ આબોહવા સપ્તાહ ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમ ગ્લોબલ સાઉથના દેશો માટે આબોહવા નેતૃત્વ માટે એક નવું પ્લેટફોર્મ બનાવશે. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં વૈશ્વિક  સરકારો, ઉદ્યોગ નેતાઓ, આબોહવા નિષ્ણાતો, સંસ્થાઓ, યુવાનો અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ પહેલનું આયોજન એનજીઓ પ્રોજેક્ટ મુંબઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેને મહારાષ્ટ્ર  સરકાર, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ, સ્સ્ઇડ્ઢછ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સ્થિર  હશે, જ્યારે શહેરભરની કોલેજા, સમુદાય કેન્દ્રો અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં હબ-એન્ડ-સ્પોક મોડેલ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, વાસ્તવિક આબોહવા ઉકેલોનું પ્રદર્શન અને વિસ્તરણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર, નાણાં, ઉદ્યોગ, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રના સભ્યો સહિત ૩૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આંતરરાષ્ટીય  સ્તરે, હિલેરી ક્લન્ટન, બિલ ગેટ્‌સ, રાજીવ શાહ,આઇએફસીના ઇમાદ ફખુરી, ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર અને વરિષ્ઠ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, પરોપકારીઓ અને પર્યાવરણીય કાર્યકરો આ કાર્યક્રમમાં હાજરી આપશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ કાર્યક્રમ આબોહવા મુદ્દાઓ પર ભારતની સક્રિય નેતૃત્વ દર્શાવે છે. સરકાર, ઉદ્યોગ, નાણાં, નિષ્ણાતો અને યુવાનોને એકસાથે લાવવા એ સ્વચ્છ, સલામત અને ટકાઉ ભવિષ્ય માટે મહારાષ્ટ્ર ની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રોજેક્ટ મુંબઈના સ્થાપક અને સીઈઓ શિશિર જાશીએ જણાવ્યું હતું કે આ પહેલ આબોહવા કટોકટીનો સામનો કરવા માટે મુંબઈની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મકતા દર્શાવે છે. તેને ભારતની પ્રથમ વ્યાપક નાગરિક-આધારિત આબોહવા ચળવળ તરીકે વર્ણવવામાં આવી છે.
મુખ્ય કેન્દ્ર નેતૃત્વ સંવાદો, વિષયોનું પરિસંવાદ, નવીનતા સ્પર્ધાઓ, યુથ ગ્રીન ઇનોવેશન ચેલેન્જ અને ઉકેલ પ્રદર્શનનું આયોજન કરશે. પ્રથમ દિવસે અર્થશોટ પ્રાઇઝ દ્વારા પ્રકૃતિ, ખાદ્ય પ્રણાલીઓ અને લોકો-કેન્દ્રિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે અને વિજ્ઞાન, અવકાશ અને આબોહવા જવાબદારી વચ્ચેના જાડાણને સમજાવશે.