હિમાચલ પ્રદેશે પહેલી વખત ઘરેલું વન-ડે ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી જીતી લીધી છે. તેણે ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તામીલનાડુને હરાવ્યું છે. હિમાચલ પ્રદેશને જીત માટે ૩૧૫ રનનો લક્ષ્?યાંક મળ્યો હતો જેનો પીછો કરતાં તેણે ૪૭.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૯૯ રન બનાવી લીધા હતા પરંતુ ખરાબ રોશનીને કારણે અમ્પાયરે રમત સસ્પેન્ડ કરીને હિમાચલ પ્રદેશને વિજેતા જાહેર કર્યું હતું. હિમાચલ પ્રદેશ માટે ઓપનિંગ બેટર શુભમ અરોડાએ ૧૩૬ રનની ઈનિંગ રમી હતી તેના ઉપરાંત અમિત કુમારે પણ ૭૯ બોલમાં ૭૪ રન બનાવ્યા હતા.

આ મેચમાં તમીલનાડુએ પહેલાં બેટિંગ કરતાં ૪૯.૪ ઓવરમાં ૩૧૪ રન બનાવ્યા હતા. તમીલનાડુ તરફથી દિનેશ કાર્તિકે ૧૧૬ રનની ઈનિંગ રમી હતી તો બાબા ઈન્દ્રજીતે પણ ૮૦ રનનું યોગદાન આપ્યું હતું પરંતુ તમીલનાડુ માટે અસલી હિરો શાહરૂખ ખાન સાબિત થયો હતો જેણે અંતિમ ઓવરોમાં ઝડપી બેટિંગ કરતાં ૨૧ બોલમાં ૪૨ રન ઝૂડી કાઢ્યા હતા. શાહરૂની આતીશી બેટિંગના દમ પર જ તમીલનાડુ ૩૧૪ રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. હિમાચલ વતી પંકજ જસવાલે ૪ અને ઋષિ ધવને ત્રણ વિકેટ મેળવી હતી.

હિમાચલ માટે ૩૧૫ રનના લક્ષ્?યાંકને હાંસલ કરવો સહેલી વાત નહોતી પરંતુ શુભમ અરોડાએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે પ્રશાંત ચોપડા સાથે પહેલી વિકેટ માટે ૬૦ રન બનાવ્યા હતા. જા કે આ જ સ્કોર ઉપર પહેલાં પ્રશાંત અને પછી દિગ્વિજય આઉટ થઈ ગયો હતો. ત્યારપછી નિખિલ ગંગતા પણ ૧૮ રને આઉટ થયો હતો. એક સમયે હિમાચલ પ્રદેશે ૧૦૦ રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ શુભમે હિંમત ન હારતાં એક છેડો બરાબરનો સાચવી રાખ્યો હતો.તેણે અમિત કુમાર સાથે મળીને ૧૪૮ રનની મહ¥વની ભાગીદારી કરતાં ટીમને જીતની નજીક લાવી દીધી હતી. ૨૪૪ રનના સ્કોર પર અમિત ૭૪ રને આઉટ થયો હપો પરંતુ શુભમ એક છેડે અડીખમ ઉભો હોય તેણે અણનમ ૧૩૬ રનની ઈનિંગ રમીને હિમાચલને પહેલી વખત વિજય હઝારે ટ્રોફી જીતાડી દીધી હતી.

વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં ચેમ્પિયન બનનારી હિમાચલ પ્રદેશ ટીમના ત્રણ ખેલાડી નજીકના ભવિષ્યમાં ટીમ ઈન્ડીયામાં એન્ટ્રી લ્યે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ ત્રણ ખેલાડીઓમાં ઓપનર શુભમ અરોરા, કેપ્ટન ઋષિ ધવન અને પ્રશાંત ચોપડા સામેલ છે. ધવને બેટ અને બોલ બન્નેથી યોગદાન આપ્યું હોવાથી તેને હાર્દિક પંડ્યાના વિકલ્પરૂપે જાવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ૨૪ વર્ષીય શુભમ અરોરાએ પણ ટૂર્નામેન્ટના ૮ મેચમાં ૪૫ રનની સરેરાશથી ૩૧૩ રન બનાવ્યા છે તો પ્રશાંત ચોપડાએ ૮ ઈનિંગમાં ૫૭ રનની સરેરાથી ૪૫૬ રનનું યોગદાન આપ્યું છે.