હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાની મયડ ખીણમાં અચાનક પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે મયદ ઘાટીના ચાંગુટ નાળામાં અચાનક પૂર આવતા ચાંગુટથી ટિંગ્રેટ સુધીનો રસ્તો બંધ થઈ ગયો છે. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, શનિવારે મંડી જિલ્લાના રાજબન ગામમાં, બચાવ ટીમના લોકોએ એક વ્યક્તિને ખડકની નીચે ફસાયેલો જાયો, ત્યારબાદ તેઓ બ્લાસ્ટ કરીને તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પીડિતને ત્યાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેસમાં હજુ પણ પાંચ લોકો ગુમ છે. હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ (શિમલા, કુલ્લુ અને મંડી)માં વાદળ ફાટ્યા બાદ ગુમ થયેલા લગભગ ૪૫ લોકોને શોધવા માટે બચાવ કામગીરી શનિવારે ફરી શરૂ થઈ પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સેના,એનડીઆરએફ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને હોમગાર્ડ ટીમોના કુલ ૪૧૦ બચાવકર્મીઓ ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશનમાં સામેલ છે. બુધવારે રાત્રે કુલ્લુના નિર્મંદ, સાંજ અને મલાના, મંડીના પધાર અને શિમલાના રામપુર સબડિવિઝનમાં વાદળ ફાટવાથી આવેલા પૂરમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે.એનડીઆરએફના કમાન્ડીગ ઓફિસર કરમ સિંહે જણાવ્યું હતું કે, “સંયુક્ત બચાવ કામગીરી ચાલી રહી છે અને ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે. અમે કાટમાળ નીચે દટાયેલા કે ફસાયેલા લોકોને શોધવા માટે વિવિધ સાધનો અને સેન્સરનો ઉપયોગ કરી રહ્યા છીએ.” કરમની ટીમ અન્ય લોકો સાથે શિમલા અને કુલ્લુ જિલ્લાની સરહદ પર સ્થિત સમેજ ગામમાં ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. સરપારા ગામના વડા મોહન લાલ કપાટિયાએ જણાવ્યું હતું કે, “લોકોના જીવ બચાવવાની તકો દરેક વીતતા કલાકો સાથે ઓછી થઈ રહી છે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે મૃતદેહો જલ્દીથી બહાર કાઢવામાં આવશે કારણ કે જા કોઈ વિલંબ થશે, તો મૃતદેહો સડવાનું શરૂ કરશે.” જાઓ, જે તેમને ઓળખવાનું મુશ્કેલ બનાવશે.