હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા કોઇ નવાઇની વાત નથી પરતું તેની અહલાદક દ્રશ્ય જોવા મળ્યા હતા ,આજે મનાલીમાં મોર રોડ પર સનો વર્ષા જોવા મળી હતી,આ બરફ વર્ષા જોવા જેવી હતી અનેક પર્યટકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. એક કુદરતી પ્રકૃતિને પર્યટકોએ માણી હતી,શિયાળામા્ં આ હિમવર્ષાનો નજોરો કંઇક અલગ જ જોવા મળ્યો હતો.
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પ્રવાસન સ્થળો શિમલા, મનાલી અને ડેલહાઉસીમાં શનિવારે ફરી બરફવર્ષા થઈ હતી, જ્યારે નીચલી પહાડીઓમાં વરસાદ થયો હતો. વરસાદના કારણે વિસ્તારના તાપમાનમાં ઘટાડો થયો છે. હિમવર્ષાના કારણે અહીંના હોટેલીયર્સમાં ખુશીનો માહોલ છે.
શિમલા નજીકના પર્યટન સ્થળો જેમ કે કુફરી, ફાગુ, નારકંડા અને ચેઈલમાં પણ હિમવર્ષા થઈ હતી. જેના કારણે હિલ સ્ટેશનનો નજોરો વધુ નયનરમ્ય બની ગયો હતો. અહીંના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મનાલીથી ૧૩ કિમી ઉપર અને રાજ્યની રાજધાની કલ્પાથી ૨૫૦ કિમી દૂર સોલાંગ સ્કી સ્લોપમાં પણ હિમવર્ષા થઈ છે.
રાજ્યની રાજધાની શિમલામાં પાંચ સેમી, ડેલહાઉસીમાં ૧૦ સેમી અને કુફરીમાં ૧૩ સેમી બરફ પડ્યો છે. મનાલીમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ, કિન્નૌર જિલ્લાનું કલ્પા સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં તાપમાન માઈનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ હતું. ધર્મશાળામાં ૬.૮ ડિગ્રી સેલ્સિયસ, શિમલામાં ૦.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.