હિમાચલપ્રદેશમાં ફરી એક વાર બરફવર્ષા શરુ થઈ ગઈ છે. રાજ્યના કિન્નૌર, લાહૌલ સ્પીતિ અને ચંબાના પર્વતીય ક્ષેત્રોમાં ભારે વરસાદને પગલે ઠંડીનો પારો નીચે આવી ગયો છે. આ દરમિયાન રોહતાંગમાં ૪ ઈંચ, કોકસરમાં ૨ ઈંચ, સિસ્સુમાં ૧ ઇંચ અને લાહૌલ સ્પીતિના ગોંદલામાં દોઢ ફૂટ બરફવર્ષા નોંધાઈ છે. હવામાન વિભાગે સોમવારે પણ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ તરફથી આ એલર્ટ બુધવાર સુધી આપવામાં આવ્યું છે. રાજ્યમાં સોમવારે રેડ એલર્ટ અને મંગળવારે ઓરેન્જ એલર્ટ તથા બુધવારે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવનારા ૪૮ કલાકની અંદર રાજ્યમાં બરફવર્ષા અને વરસાદ ચાલુ રહેશે.રાજ્યના પાટનગર શિમલાની વાત કરીએ તો શિમલામાં રવિવારના દિવસે હવામાન ખરાબ રહ્યું હતું. પરંતુ સોમવારે સવારે શિમલાના ઉપરના ક્ષેત્ર નારકંડા અને ખડા પત્થરમાં હળવી બરફવર્ષા પડી હતી. સોમવારે દિવસે શિમલા શહેરમાં બરફવર્ષા થવાની શક્યતા છે. એવામાં અહીંયા પહોંચેલા પ્રવાસીઓ શિમલામાં બરફવર્ષા જાવાની આશા રાખીને બેઠા છે. ફેબ્રુઆરી મહિનામાં આ બીજી વાર છે, જયારે બરફવર્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનને જાતા વહીવટીતંત્રે પણ પોતાના તરફથી લોકો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, હજુ આગામી ૪૮ કલાકમાં કાશ્મીર ખીણમાં બરફવર્ષા પડવાની શક્યતા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે બારામૂલા જિલ્લામાં ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટ, જે બુધવારથી ચતુર્થ ખેલો ઈÂન્ડયા શિયાળુ રમતોની યજમાની કરનાર છે, ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૧.૫ ફૂટ બરફવર્ષા પડી છે.