હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે.ભાજપના હિમાચલના પ્રદેશ ઉપાધ્યક્ષ કૃપાલ પરમાને પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધુ છે.પરમારે ફેસબુક પર પોતાનું રાજીનામુ શેર કરતા પાર્ટી દ્વારા નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.
પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપને લખેલ પોતાના રાજીનામામાં પરમારે લખ્યું છે હું કૃપાલ પરમાર મારૂ રાજીનામુ મોકલી રહ્યું છે.મહેરબાની કરી તેનો સ્વીકાર કરો.હું બીજા પત્રોમાં રાજીનામું આપવાના કારણોની બાબતમાં માહિતી આપીશ
પરમારે કહ્યું કે ગત ચાર વર્ષોથી મારી પાર્ટીમાં સતત ઉપેક્ષા થઇ કરી છે હવે મારાથી સહન થાય તેમ નથી એટલું જ નહીં પરમારે કહ્યું કે તેઓ ભાજપના સાચા કાર્યકર્તા છે અને પોતાનું કામ કરતા રહેશે
કૃપાલે આ રાજીનામુ તેવા સમયે આપ્યું છે જયારે રાજયોમાં કારોબારી કમિટીની બેઠક થનાર છે હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં થયેલ પેટા ચુંટણીમાં પરમારની જગ્યાએ ફતેહપુર બેઠકથી બલદેવ ઠાકુરને ટીકીટ આપવામાં આવી હતી જા કે જયરામ ઠાકુરના હસ્તક્ષેપ બાદ પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે પેટાચુંટણીમાં મેદાનમાં ઉતર્યા ન હતાં પરંતુ તેઓ ચુંટણી પ્રચારથી દુર રહ્યાં હતાં.
આ ચુંટણીમાં બલદેવ ઠાકુરને ભવાની સિંહના હાથે ૫૦૦૦ મતોથી હાર મળી હતી પરમારે કહ્યું કે તેમને ફતેહપુર બેઠકથી ટીકીટ મળી ન હતી. ત્યારબાદ પણ તે શાંત રહ્યાં.પરમારે કહ્યું કે તેમને કોઇને કોઇ રીતે અપમાનિત કરવામાં આવ્યા અને હવે તેઓ વધુ અપમાન સહન કરી શકે તેમ નથી આથી તેઓ પોતાના પદેથી રાજીનામુ આપી રહ્યાં છે.
પરમાર પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલના ખુબ નજીકના માનવામાં આવે છે.પરમાર ૨૦૦૨થી ૨૦૦૬ સુધી રાજયસભાના સાંસદ રહ્યાં હતાં તેમણે કાંગડાના મોટા નેતાઓમાં એક છે તે સ્ટેટ ટ્રાંસપોર્ટ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ પણ રહી ચુકયા છે. જા કે ભાજપના પ્રદેશ પ્રવકતા કરણ નંદાએ કહ્યું કે પાર્ટીને પરમારના રાજીનામાની બાબતમાં સોશલ મીડિયાથી માહિતી મળી છે તેમણે કહ્યું કે ભાજપને હજુ સુધી કોઇ ઔપચારિક રાજીનામુ મળ્યુ નથી.