(એ.આર.એલ),શિમલા,તા.૧
હિમાચલના મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે અનેક લોકો લાપત્તા બન્યા છે અત્યાર સુધી સાત લોકોના મોત થયાં હોવાના અહેવાલો છે મંડી જિલ્લાના રાજવન ગામમાં મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. પાણીના જારદાર પ્રવાહથી અનેક ઘરો ઘરાશાયી થયા છે. આ ઘટનામાં ૧૫ના મોત થયા છે. જ્યારે ૧૦થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. અંતરિયાળ વિસ્તારને કારણે પંચાયતના પ્રતિનિધિઓ અને અધિકારીઓનો સંપર્ક કરી શકતું નથી. મોબાઈલ સેવા તથા માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રણૌત ભાજપના સાંસદ છે. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ એસડીઆરએફ અને એરફોર્સની મદદ લેવામાં આવી રહી છેગઇકાલે રાત્રે રાજવન ગામમાં ગાજવીજ વચ્ચે જારદાર ધડાકો થયો હતો. થોડી જ વારમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. માહિતી મળતાં વહીવટી તંત્ર રાત્રીમાં જ સંપૂર્ણ સક્રિય બની ગયું હતું. જિલ્લા વહીવટી તંત્રે દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી છે. ભૂસ્ખલનને કારણે પઠાણકોટ મંડી નેશનલ હાઈવે પણ સ્થળોએ બ્લોક થઈ ગયો છે. અહીં વાહનોની લાંબી કતારો જાવા મળી રહી છેકેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ ૯ જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ ૯ જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.
માહિતી અનુસાર આ મકાનમાં નેપાળના ચાર લોકો પણ રહેતા હતા તેમની પણ કોઈ ભાળ મળી રહી નથી. એવામાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં ઘણાં લોકો આ ભૂસ્ખલનની લપેટમાં આવ્યા હોય જેમને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બુદ્ધિ સિંહ ઠાકુરે કહ્યું કે બાગીપુલમાં ટોચ પર આભ ફાટતાં કૂર્પન ખડ્ડમાં પૂર આવ્યું હતું. જેની લપેટમાં અનેક દુકાનો, મકાનો અને હોટેલો આવી ગઇ હતી. આભ ફાટવાની Âસ્થતિને કારણે કુલ્લુમાં આવેલા મલાણામાં ડેમમાં ભારે પૂરની Âસ્થતિ સર્જાઈ હતી. મોડી રાતે જ પાર્વતી, વ્યાસ સહિત અન્ય નદીઓમાં પૂર જેવી Âસ્થતિઓ સર્જાઈ હતી અને જળસ્તરમાં વધારો નોંધાયો હતો.સરકારે હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન ગુરુવાર માટે મુલતવી રાખ્યું છે. સાત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકથી સતત ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે પહાડોથી માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાય છે. અહીં અત્યાર સુધી વરસાદના કહેરથી ૮ લોકોના મોત થયા છે.માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટ્યું છે. આ દુર્ઘટના બાદ ૧૯ લોકો ગુમ થયાના અહેવાલ છે.
આ સિવાય કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બાદ લગભગ ૧૫૦ થી ૨૦૦ લોકો ફસાયા છે. ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકથી સતત ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે પહાડોથી માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાય છે. સાથે જ કેદારનાથ રોડ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે ગરમ તળાવ ધોવાઈ ગયું છે. સાવચેતીના પગલા તરીકે વહીવટીતંત્રે ગૌરીકુંડને ખાલી કરાવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના ૭ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું.પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે બીજી તરફ ભીમ બલિના ગડેરામાં વાદળ ફાટવાની ઘટના થયા બાદ માર્ગ પર ભારે કાટમાળ અને પથ્થરો પડ્યા છે. લગભગ ૩૦ મીટર ફૂટપાથ ખરાબ થઈ ગઈ છે અને આશરે ૧૫૦-૨૦૦ મુસાફરો ત્યાં ફસાયેલા હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. દેહરાદૂનમાં એક વ્યક્તનું મોત અને એક વ્યક્ત લાપતા થઈ હતી. ચમોલીમાં એક મહિલાનું મોત થયું તો હરિદ્વારમાં બે બાળકોના મોત થયા છે. હળવદની અને બાગેશ્વરમાં અલગ-અલગ ઘટનાઓમાં બે બાળકો ડૂબી જવાના સમાચાર તો નૈનીતાલમાં એક વ્યÂક્તનું મોત થયું હતું.બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. ઉત્તર પ્રદેશના ફરુખાબાદ અને બદાઉનમાં ગંગાનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ગયું છે. વારાણસીના તમામ મુખ્ય ઘાટ એકબીજાથી સંપૂર્ણપણે ખોવાઈ ગયા હોવાથી, દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી સ્થળ અને મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર સ્થળને ઊંચે ખસેડવામાં આવ્યા છે. આઝમગઢમાં સરયૂનું જળસ્તર ખતરાની નજીક પહોંચી ગયું છે.હરિયાણાના ૧૦ જિલ્લા, જીંદ, કરનાલ, પાણીપત, સોનીપત, સિરસા, અંબાલા, હિસાર, ભિવાની, રોહતક અને યમુનાનગરમાં ભારે વરસાદ થયો છે. ગુરુવારે પણ હરિયાણાના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદનું નારંગી અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૨ લોકોના મોત થયા છે. બીજી તરફ બિહારમાં વીજળી પડવાથી કાકા-ભત્રીજા સહિત ૧૧ લોકોના મોત થયા છે.
દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભોંયરાઓ તેમજ રસ્તાઓ પાણીમાં ગરકાવ જાવા મળ્યા હતા. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે લોકો અટવાયા હતા. આવી જ સ્થતિ દ્ગઝ્રઇના મોટા ભાગના સ્થળોએ જાવા મળી હતી. દિલ્હી સરકારે આજે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવો પડ્યો હતો.બીજેપીના રાષ્ટય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનની નોંધ લીધી છે. જેપી નડ્ડાએ હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુ સાથે વાત કરી અને સ્થતિ વિશે માહિતી લીધી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. કેન્દ્રીય મંત્રી નડ્ડાએ પૂર્વ સીએમ જયરામ ઠાકુર અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કર્યા બાદ તમામ ભાજપના કાર્યકરોને રાહત કાર્યમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે.