(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
હિન્દુ સેનાએ પ્રધાનમંત્રી મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માગ કરી છે. હિન્દુ સેનાના સંસ્થાપક અને અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ નોબેલ ફાઉંડેશનને એક પત્ર મોકલ્યો છે. પત્ર ફાઉંડેશનના સત્તાવાર ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો છે. પોતાના પત્રમાં સંસ્થાએ લખ્યું છે કે, એક વિશ્વ નાગરિકના નાતે મારુ માનવું છે કે, પીએમ મોદીએ દુનિયામાં શાંતિ, કૂટનીતિ અને માનવીય સહાયતાની દિશામાં જેટલા કામ કર્યા છે, તે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર યોગ્ય ઉમેદવાર બનાવે છે. પીએમ મોદીએ ઘરેલૂ અને દુનિયામાં દરેક જગ્યાએ શાંતિને સ્થાપિત કરવાની દિશામાં ઉલ્લેખનિય કામ કર્યું છે.
હિન્દુ સેનાએ કહ્યું કે, પીએમ મોદીની લીડરશિપમાં હિન્દુસ્તાને ક્ષેત્રય સહયોગ અને સંઘર્ષોના ખતમ કરવામાં એક મોટી મહત્વની ભૂમિકા નિભાવી છે. પીએમ મોદીનો સબકા સાથ, સબકા વિકાસનો દ્રષ્ટિકોણ ભારત અને તેની સરહદોને આગળ જઈને પણ માનવ સમુદાયના સામૂહિક વિકાસ વિશે તેમના સમર્પણને સામે રાખે છે. હિન્દુ સેનાએ નોબેલ ફાઉંડેશનને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, પીએમ મોદીનું સૌથી મોટું યોગદાન ભારતના પાડોશી દેશો સાથે કૂટનીતિક સંબંધોને મજબૂત બનાવે છે.
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પોતાના દેશમાં નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તે સત્તાના ખોટા કામોની ટીકા અને નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષાના અધિકારને પ્રોત્સાહન આપે છે. ૧૯૦૧ અને ૨૦૨૩ સુધી ૧૧૧ વ્યક્તઓ અને ૩૦ સંગઠનનોને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. રેડ ક્રોસની આંતરરાષ્ટય સમિતિને ત્રણ વાર નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટના ઉચ્ચાયુક્તના કાર્યાલયને નોબેલ શાંતિ પુરસ્કારથી બે વાર સન્માનિત કર્યા છે.