એક વાર સમુદ્ર ચકલીના બચ્ચાને લઈ ગયો. આ જોઈને ચકલીએ તેની ચાંચમાં પાણી લીધુ અને સમુદ્ર ખાલી કરવાનું નકકી કર્યું. આ દ્રશ્ય ચકલાએ જોયુ તેણે કહ્યું આ શું કરો છો? ચકલીએ જવાબ આપ્યો સમુદ્ર મારા બચ્ચાને લઈ ગયો માટે ચાંચમાં પાણી લઈને સમુદ્ર ખાલી કરવો છે, ચકલાઓ હસવા લાગ્યા ને કહે આમ સમુદ્ર ખાલી ન થાય. ચકલીએ જવાબ આપ્યો સલાહ નહી સહકાર આપો, ચકલાઓને થયું કે આ આપણા સ્વમાનની વાત છે તેઓ પણ ચાંચમાં પાણી લેવા માંડ્‌યાં, આ દ્રશ્ય જોઈ કાગડા, કાબર, કોયલ, હંસ, બતક તથા અન્ય પક્ષીઓને હસવુ આવ્યુ અને કહ્યું આમ તમે ચાંચમાં પાણી લેશો તો ય આ સમુદ્ર ખાલી નહી થાય ત્યારે એક જ જવાબ જણાવ્યો સલાહ નહી સહકાર આપો, સૌ પક્ષીઓ ચાંચમાં પાણી લેવા માંડ્‌યા. પક્ષીરાજ ગરૂડ જે વિષ્ણુ ભગવાનનું વાહન છે તેણે આ દ્રશ્ય જોયુ અને કહ્યું આમ તમે સૌ ચાંચમાં પાણી લેશો તો ય આ સમુદ્ર ખાલી નહી થાય ત્યારે સૌએ એ જ જવાબ આપ્યો સલાહ નહી સહકાર આપો. આથી ગરૂડદેવને થયુ હું પણ આ સર્વ પક્ષીઓની મદદ કરુ નહી તો કદાચ નાતબારો પણ કાઢી શકે. એમ વિચાર કરી તે પણ ચાંચમાં પાણી લેવા માંડ્‌યાં.
વિષ્ણુ ભગવાનને થયુ મારુ વાહન કયાં ગયુ? એ જોવા ગયા ત્યાં તેણે ગરૂડદેવને ચાંચમાં પાણી લેતા જોયા ને ભગવાને કહ્યું આ શું કરો છો, ગરૂડદેવ કહે સલાહ નહીં સહકાર આપો. ભગવાન કહે મૂળ વાત શું છે ? ચકલીએ કહ્યું કે “આ સમુદ્ર મારા બચ્ચાને લઈ ગયો” આ વાત સમુદ્ર સાંભળી ગયો અને થયુ કે વિષ્ણુ ભગવાન એક સાથે મારુ પાણી લઈ લેશે એમ વિચારીને તેણે ચકલીના બચ્ચા ચકલીને પાછા આપી દીધા. માટે સૌ એક થઈ સલાહ નહી સહકાર આપીએ એ ઉપરોક્ત વાર્તા સમજાવે છે. એક થઈને સહકાર આપીને કઠીન કાર્ય પણ પાર પડી જાય છે અને ભગવાન પણ આ કાર્યમાં મદદરૂપ થાય છે. માટે હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે સલાહ નહી સહકાર આપીએ અને એક થઇને ભારતને વિશ્વગુરુ બનાવીએ. વંદેમાતરમ
bhayanijr5126@gmail.com