ધારી પોલીસ વિભાગ દ્વારા આગામી મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને સુલેહ-શાંતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી પી.આઈ. દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ તહેવારને ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અંગે ચર્ચા કરવાનો હતો. આ પ્રસંગે, “ભાઈચારા અને શાંતિ સુલેહથી આવનાર તહેવારને માણીએ” જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.





































