કાશ્મીરમાં જે રીતે હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેથી આવી ઘટનાઓને રોકવા માટે અમરેલી વિહિપ દ્વારા આવેદનપત્ર આપી પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયુ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓ સલામતી અનુભવે તેવા પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવતી વખતે વિહિપના મંત્રી નયનભાઈ દવે, હસુભાઈ દુધાત, ભરતભાઈ કાનાણી, આશિષભાઈ ગણાત્રા, બાબુલભાઈ ત્રિવેદી, ચંદ્રેશભાઈ મહેતા, અમિતભાઈ મકવાણા હાજર રહ્યાં હતા.