બ્રિજ બેરિંગ કાં. ઓફિસની વોલ કલોકમાં છને ત્રીસ થયા ફાઇલો બંધ કરી કલેરિકલ સ્ટાફ નીકળી ગયો. છેલ્લે પોતાનું લેપટોપ બંધ કરી હેડ કલાર્ક અરૂણભાઇ લિફટમાં નીચે આવ્યા પા‹કગમાંથી સ્કૂટર લઇ બહાર આવ્યા ત્યાં એમના મોબાઇલમાં રિંગ રણકી ઉઠી. જાયું તો ડીસપ્લેમાં પ્રતાપનું નામ હતું. પ્રતાપ એટલે અરૂણભાઇનો લપીયો પાડોશી, અરૂણભાઇએ કોલ રિસીવ કર્યો તો પ્રતાપ મુળ એની રૂબી ઇમિટેશન જવેલરીની દુકાને બોલાવેલો હતો. અરૂણભાઇને તે ગમ્યુ નહી પણ પરાણે પ્રતાપની દુકાને બેઠા. પ્રતાપે પુછયું ‘ અરૂણભાઇ ઠંડુ મંગાવુ કે ગરમ, આજ ગરાગી નથી તેથી મને થયું અરૂણભાઇને બોલાવું.’
‘પ્રતાપભાઇ..! કશુ મંગાવવુ નથી, બોલો શું કામ છે ? મારે ઘરે પહોંચવુ જરૂરી છે.’
છતાંય પ્રતાપે ચા મંગાવી. પીને પછી એ બોલ્યો.‘ હા તમારે ઘરે હવે વહેલા પહોંચી ધ્યાન રાખવુ જરૂરી છે.’
‘એટલે શું વાત છે. હું સમજ્યો નહીં.’
‘અરે ભાઇ ઘણા સમયથી એક હિતેચ્છુ તરીકે તમને કઉ કઉ કરતો હતો. પણ જીભ ઉપડતી ન હતી. પણ આજ તો થયું લાવો હું તમને વાત કરી દઉં.’
‘એમા શું વિચારવાનું મારા હિતની વાત હોય તોજ તમે કહોને.’
‘ સરલાભાભી હમણાથી રોજ એક યુવાનને મળે છે તમે ઓફિસે નીકળી જાઓ. પછી સરલાભાભી તૈયાર થઇ પાલવ પસારી ભંડાર પાસેના સરગમ પાર્લરમાં મળે છે. અગાઉ બે વખત સેલમાં ડ્રેસ ખરીદતા જાયા હતાં. આજે મે મારી સગી આખે જાયા હું શાકભાજી લેવા મોલમાં લેવા ગયો હતો. બહાર આવ્યો તો મોલના પાછળની બાજુએ ઉભેલા સરલાભાભીએ ઇશારો કર્યોને પેલો યુવાન બુલેટ લઇ ત્યાં આવ્યો. અને સરલાભાભી એની પાછળ બેસી ગયાને બુલેટ પર નીકળી ગયા.
‘શું વાત કરો છો ? મારે સરલાને શું કહેવું જયાં આપણો વાક હોય પછી પેલાને શું કશું કહેવાય નહી હો કેવા લાગે છે એ યુવાન…’
‘ઉંચો પડછંદ કસાયેલ બોડી માથે ટુકા સેટ કરેલ કાળા વાળ ચમકતો ચહેરો જાણે કોઇ રાજવંશ ન હોય ’ પ્રતાપે યુવાનનું વર્ણન કર્યું. ‘ હવે તમારી વાત સાચી પણ એમા મુઝાવાનું નથી.’ અરૂણે આવી વાત ઉડાવી દીધી તો પ્રતાપને બહુ મજા ન આવી. એણે અરૂણભાઇને પુછયું. ‘શું તમે એ યુવાનને ઓળખો છો. ‘મારા લગ્ન થયા ત્યારથી એને ઓળખુ છું એ મારા કાકાજી સસરાના દીકરો મારો સાળો છે આર્મીમાં છે. બે માસની રજા પર આવ્યો છે. એના લગ્ન છે. એટલે એ બન્ને ભાઇ – બહેન ખરીદીમાં પડી ગયા હશે.’ ‘હે…’
હા પ્રતાપભાઇ, આવી જાયા, જાણ્યા, ઓળખ્યા વગર કોઇનું હિત કરવા ન જવાય નાહકનું બિચારાનું અહિત થઇ જશે.