રશિયાના વિક્ટ્રી ડે પર આજે ૧૧ હજાર રશિયન સૈનિક પરેડ કાઢશે. આ ઉપરાંત અનેક મહાવિનાશક હથિયારોનું પ્રદર્શન કરીને પુતિન દુનિયાને પોતાની તાકાત બતાવશે. પુતિન આજે માસ્કોમાં ભાષણ આપશે જેમાં મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે.
પુતિને કહ્યું કે, આજે આપણા સૈનિક, તેના પૂર્વજ દેશની જમીનને નાજી ગંદકીથી મુક્ત કરાવવા માટે એ આત્મવિશ્વાસથી લડી રહ્યા છે જે રીતે ૧૯૪૫માં લડ્યા હતા અને આ યુદ્ધમાં પણ જીત આપણી જ થશે. રશિયાએ દાવો કર્યો
કે તે યુક્રેનમાં નાજી ત¥વોને મુક્ત કરાવવા માટે વિશેષ સૈન્ય અભિયાન ચલાવી રહ્યા છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘના ૨ કરોડ ૭૦ લાખ લોકો માર્યા ગયા હતા જે કોઈ અન્ય દેશ કરતાં વધુ છે.
પુતિને કહ્યું કે, નાઝીવાદના જન્મને રોકવો આપણી ફરજ છે કેમ કે નાઝીવાદથી વિવિધ દેશોના અનેક લોકોએ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. દુઃખની વાત એ છે કે નાઝીવાદ ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. આ પહેલાં પુતિને આરોપ લગાવ્યો હતો કે યુક્રેન ફાંસીવાદની પકડમાં છે અને તે રશિયા તેમજ રશિયન ભાષા બોલનારા યુક્રેનના લોકો માટે એક ખતરો છે.
રશિયાનો દાવો છે કે, તે યુક્રેનના પૂર્વ વિસ્તારોને મુક્ત કરાવી રહ્યું છે. પુતિને કહ્યું કે, આપણી પવિત્ર જવાબદારી છે કે જે લોકોને આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હરાવ્યા હતા હવે ફરી તેમને હરાવવા પડશે. પુતિને દ્વિતીય વિશ્વયુદ્ધને મહાન દેશભક્તિ યુદ્ધ ગણાવ્યું હતું.
બીજી બાજુ રશિયામાં વિજય દિવસને ધ્યાનમાં રાખી દેશના વિવિધ શહેરોના રસ્તા લાલ રંગના સોવિયત ઝંડા અને નારંગી કાળા કલરની ધારીદાર સૈન્ય રિબનથી શણગારી દેવામાં આવ્યા છે. રશિયાના પૂર્વ સૈનિકોનું જૂથ ગ્રેટ પૈટ્રિયાટિક વોર સાથે જાડાયેલા સ્મારકો ઉપર પુષ્પાંજલિ અર્પિત કરી રહ્યું છે.