મોદી સરકારનાં આઠ વર્ષ હમણાં પૂરાં થયાં. તેની સિદ્ધિઓની પ્રસિદ્ધિ ખૂબ થઈ. ભારતનું માન વિદેશમાં વધ્યું, તિરંગાનુંમહત્ત્વયુક્રેઇનમાં ભારતીય વિદ્યાર્થીઓને સમજાયું, યમનમાંથી યુદ્ધ વચાળે ભારતીયોને ઉગારાયા, કોરોના દરમિયાન ભારતીયોને વિદેશથીલવાયા, રસી અપાઈ, જન ધન યોજના, નોટબંધી, ઉજ્જ્વલા યોજના, ઉજાલા યોજના, વગેરે યોજનાઓથીગરીબોને ફાયદો થયો, કિસાન સન્માન નિધિ, ડિજિટલ પેમેન્ટ, આયુષમાન યોજના, સર્જિકલસ્ટ્રાઇક, ઍરસ્ટ્રાઇક, કુલદીપજાધવ કે અભિનંદનનાકિસ્સા, પાકિસ્તાનનું વિશ્વ ફલક પર એકલું અટૂલું પડવું, અમેરિકાની ચૂંટણીમાં ભારતનો સીધો હસ્તક્ષેપ, ક્વાડ, ડોકલામ અનેગલવાનમાંચીનને જવાબ, કલમ ૩૭૦,રામમંદિર, ત્રિતલાક વિરોધી કાયદો, યુએપીએ કાયદો, સુભાષચંદ્રબોઝ સ્મારક, ઇન્ડિયા ગેટ પર બોઝની પ્રતિમા, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, સરદાર પટેલની વિશાળ પ્રતિમા, વિદેશી નેતાઓ દ્વારા ગંગા આરતી/અક્ષરધામની મુલાકાત, બીએસએફવગેરેની પરિષદ દિલ્લી બહાર યોજવી, સીએએ કાયદો, કાશી વિશ્વનાથ પરસાળ…વગેરે અનેક વાતો છે.

પરંતુ ડિસેમ્બર ૨૦૧૯ પહેલાંની મોદી સરકાર અને ડિસેમ્બર ૨૦૧૯ પછીની મોદી સરકાર વચ્ચે બહુ મોટો ફરક અને નકારાત્મક બાબત હોય તો તે છે ટોળાશાહી સામે લાચારી. શરૂઆત દિલ્લીનીવચ્ચોવચ્ચશાહીનબાગધરણાથી થઈ. સોનિયા ગાંધીએ દિલ્લીમાંજનસભાનેસંબોધીઆરપારનીલડાઈનુંઆહ્વાન કર્યું ત્યારે જચેતવાની આવશ્યકતા હતી. શાહીનબાગધરણા શરૂ થયા ત્યારે જ સામા પક્ષે સમર્થનમાં એ જ સ્થળે અથવા બીજા સ્થળે ધરણા કેમ ન કરાયા? આટલો મોટો સંઘ પરિવાર હોય ત્યારે આ કામ દેશભરમાં ઠેકઠેકાણે થઈ શક્યું હોત. પછી દિલ્લીમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની મુલાકાત ટાણે જ રમખાણો થયાં. અને અમદાવાદ સહિત દેશભરમાં જ્યાં જ્યાં પ્રદર્શનો થયાં તે હિંસક પ્રદર્શનો થયાં! તે પછી સરકારી રાહે સમર્થનમાં કાર્યક્રમો થયા.

આ પહેલાં એવું લાગતું હતું કે મોદી સરકાર ક્યાંય ઝૂકતી નથી. ઉત્તર પ્રદેશ, ગુજરાત વગેરે અનેક રાજ્યોનીચૂંટણી પહેલાં જ નોટબંધી થઈ. ખૂબ જ વિરોધ થયો છતાં નોટબંધી મુદ્દે સરકાર ઝૂકી નહીં. ચૂંટણીમાં પંજાબને બાદ કરતાં ભાજપની જીત થઈ. કલમ ૩૭૦ હટાવાઈ ત્યારે સમગ્ર દેશમાં એક કાંકરીચાળો પણ થયો નહોતો. રામમંદિરનો ચુકાદો આવ્યો તે પહેલાંથી સમગ્ર દેશમાં જડબેસલાક સુરક્ષા રખાઈ હતી. આ મુદ્દે એક પણ કાંકરી ક્યાંય ફેંકાઈ નહીં. તો એવું કેમ બન્યું કેસીએએનાવિરોધમાં પ્રદર્શનો થયાં તે પથ્થરમારા સાથે થયાં? ગત એપ્રિલ મહિનાથી ગુડી પડવો, રામનવમી અને હનુમાનજયંતીના દિને સમગ્ર ભારતમાં મુસ્લિમ રહેતા હોય તેવા વિસ્તારોમાં કે મસ્જિદ પાસે પથ્થરમારો શરૂ થયો?

શાહીનબાગમાંકેવાં-કેવાંભાષણો થયાં!શરજિલઈમામેસિલિગુડીથી ભારતને જુદું કરવાનું ભાષણ આપ્યું, ‘વાયર’નાં મહિલા પત્રકાર આરફાખાનમશેરવાનીએ સાર્વજનિક રીતે કહ્યું કે જ્યાં સુધી આપણે આદર્શ સમાજ નથી બનતા, જ્યાં સુધી આપણી (મુસ્લિમોની) પંથીય ઓળખ, પંથીય વિશ્વાસ અને સૂત્રોસ્વીકારાતાં નથી ત્યાં સુધી આપણે બધાને સાથે લઈને વિરોધ કરવો જોઈએ. આપણે આપણી વિચારધારા સાથે સમજૂતી નથી કરી રહ્યા, પણ રણનીતિ બદલી રહ્યા છીએ.” આનો અર્થ એ કે જ્યાં સુધી મુસ્લિમોનું શાસન ન આવે ત્યાં સુધી બધાને સાથે લઈને ચાલો. ઇસ્લામમાં કટ્ટરવાદીઓની રણનીતિ વિશે વિશ્વભરમાં વ્યાપક ચર્ચા છે. તેમાં દારુલ ઇસ્લામ એટલે આરફાખાનમશેરવાની જે આદર્શ સમાજની વાત કરે છે તે. અર્થાત્ જ્યાં સુધી મુસ્લિમોનું શરિયાનું શાસન ન આવે ત્યાં સુધી રણનીતિ બદલવાની છે. બધાને સાથે લઈને ચાલવાનું છે. તેને દારુલહરબ કહે છે. દારુલહરબ એટલે સંઘર્ષ સ્થાન. ત્યાં સુધી બીજા પંથના લોકો સાથે હળી-મળીને રહેવાનું!

એ પછી ત્રણ કૃષિ કાયદા મુદ્દે દિલ્લીની સરહદે ખેડૂત આંદોલન થયું. ૨૬ જાન્યુઆરીએટ્રેકટરરેલીનાઆયોજનની જાહેરાત થઈ. ખાલિસ્તાન સમર્થનમાં લાલ કિલ્લા પર ઝંડો ફરકાવાયો, હિંસા થઈ. પોલીસ નિષ્ક્રિય બનીને જોતી રહી. મોદી સમર્થકોએમાન્યું કે આ આંદોલનકારીઓ ખુલ્લા પડી ગયા. તે દિવસે રાકેશટિકૈત સહિત ખેડૂત આંદોલનકારી આગેવાનો ખૂણામાં ધકેલાઈ ગયા હતા. તે રાત્રે તે રોવાલાગેલા. તેમની તે દિવસે જ ધરપકડ થઈ હોત તો આંદોલન સમાપ્ત થઈ જાત. પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેમ ન કરાયું.ફરીથી આંદોલન જીવિત થયું. અને ઉત્તર પ્રદેશ-પંજાબની ચૂંટણી પહેલાં કાયદાઓ પાછા ખેંચી લેવાની જાહેરાત વડા પ્રધાને કરી! રાકેશટિકૈતનીકિંગમેકરની ઈચ્છા જાગી. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિતનાંરાજ્યોમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો. એ અલગ વાત છે કે હવે તેમના સંગઠન ભારતીય કિસાન યૂનિયને જ તેમને નિષ્કાસિત કરી દીધા છે. પરંતુ શાહીનબાગ અને ખેડૂત આંદોલનથી કટ્ટર મુસ્લિમ અને ખાલિસ્તાનસમર્થકોનો જુસ્સો વધ્યો તેમાં કોઈ શંકા નથી.

બધી ચર્ચામાં નુપૂરશર્માએ ટીવી ચર્ચામાં ભગવાન શિવના અપમાન-મજાકના જવાબમાં કરેલા પ્રશ્નથી વાતાવરણ ખરાબ થયું હોવાની વાત થાય છે, કોઈ એમ નથી કહેતું કે એવું કયું કારણ હતું કે તે પહેલાંગુડીપડવો, રામનવમી અને હનુમાનજયંતીએ રાજસ્થાન, દિલ્લી, ગુજરાત, મધ્ય પ્રદેશ વગેરે જગ્યાએ હિંસા થઈ?

જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગ છે કે ફૂવારો તે ન્યાયતંત્રને આધીન વાત છે. પરંતુ કટ્ટર મુસ્લિમ અને તેના સમર્થક સેક્યુલર હિન્દુઓ તેને ફૂવારો કહી વારંવાર હિન્દુઓની લાગણીને ઘાયલ કરતા રહ્યા. ખરેખર તો ત્યારે જ વિધિ (કાયદા) અનુસાર કાર્યવાહી કરવાની આવશ્યકતા હતી. પરંતુ કુતર્કનો જવાબ તર્કથી આપવા ગયા તેમાં આખી બાજી ઊંધી વળી ગઈ.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે યુરોપ અનેઅમેરિકાને હમણાં હમણાં બહુ રોકડાપરખાવ્યા. રશિયા પાસેથી તેલ (ક્રુડ) લેવાના મુદ્દે જવાબ આપ્યો કે યુરોપ પહેલાં રશિયા પાસેથી આયાત બંધ કરે. અમેરિકાએ ભારતમાં માનવાધિકાર અને પંથીય સ્વતંત્રતા મુદ્દે જૂની અને જાણીતી સળી કરી તો જવાબ આપ્યો કે અમને પણ તમારે ત્યાં થતા માનવાધિકારભંગની ચિંતા છે. આ બહુ જોરદાર વાત હતી. આટલાં વર્ષોમાં પહેલી વાર અમેરિકાને અને યુરોપને તેની જ ભાષામાં જવાબ મળી રહ્યા હતા. યુક્રેઇન-રશિયા મુદ્દે અમેરિકા-યુરોપના અનેક દેશો તેમજ ચીન-જાપાન વગેરે એશિયાના દેશોના રાજદ્વારી મહાનુભાવો આવ્યા. રશિયાના મહાનુભાવ આવ્યા. તેમ છતાં ભારત રશિયા વિરોધી વલણ લેવા મુદ્દે ન માન્યું. સંયુક્ત રાષ્ટ્રોમાં અનેક વાર મતદાનથી અળગું રહ્યું.

એક થિયરી એમ કહે છે કે અમેરિકાના બાઇડેન તંત્ર સામે મોદી સરકારે ભીડેલીબાથના કારણે (અગાઉ પણ બાઇડેનેઆવતાવેંતકોરોનારસીની કાચી સામગ્રી પૂરી પાડવાનું અટકાવી ભારતનું નાક દબાવવા પ્રયત્ન કર્યો હતો.) અમેરિકાનાં વિદેશ રાજ્ય પ્રધાન વિક્ટૉરિયાન્યૂલેન્ડમાર્ચમાં ભારત આવેલાં. તેઓ ઈ.સ. ૨૦૧૪માં યુક્રેઇનમાં રશિયા તરફી સરકાર ઉથલાવવાજાણીતાં છે. તેમનો ઑડિયોલીક થયો હતો. આ મોદી સરકારથી છૂપું ન જ હોય. તે પછી ભારત સળગે તે પૂરી સંભાવના હતી. તે પછી એપ્રિલમાં જ તોફાનો ચાલુ થયાં.

આરબ દેશોએ કેમ ઝૂકાવ્યું? આ થિયરી મુજબ, કતાર જેવો નાનકડો દેશ પોતાના બળે આવું પગલું ભરવાની કુચેષ્ટા ન કરે. અમેરિકાના ઈશારે કતારે સળગાવ્યું.. વળી, ભારતે તાજેતરમાં તાલિબાનો સાથે પોતાની રીતે વાટાઘાટ કરી તે કતારને પસંદ ન પડ્યું કારણકે તાલિબાનોમાં એક વર્ગ કતારનાતાબા હેઠળ છે તો એક વર્ગ પાકિસ્તાનના. (અમેરિકા અને તાલિબાનો વચ્ચે શાંતિ મંત્રણા કતારના પાટનગર દોહામાં થઈ હતી તે યાદ છે ને?)કતારના કારણે બીજા આરબ દેશો, ખાસ તો સાઉદીઅરબને લાગ્યું કે અમારું મુસ્લિમ દેશો પરનું આધિપત્ય છિનવાઈ જશે. (કતારે અલઝઝીરા ચેનલ દ્વારા આરબ દેશોમાં વિદ્રોહને ઉત્તેજન આપ્યું હતું અને સાઉદીઅરેબિયા, બહરીન, યુએઇ અને ઈજિપ્તે કતાર સામે જમીન, સમુદ્ર અને હવાઈ માર્ગે નાકાબંદી કરેલી. અલઝઝીરા ચેનલ બંધ કરવા દબાણ કર્યું હતું, પરંતુ અમેરિકાનું પીઠબળ હોવાથી કતાર ઝૂક્યું નહોતું.) આમ, આરબદેશોનું દબાણ આવ્યું.

આ થિયરી માનવાનું મન થાય એવી છે અને સત્ય હોઈ શકે છે. સત્ય હોય તો પણ ભાજપે નુપૂરશર્મા અને નવીનકુમારઝિંદાલને કાઢીમૂક્યાં, ભારતીય રાજદ્વારીઓએ તેમને ‘ફ્રિન્જએલિમેન્ટ્સ’ એટલે કે અંતિમવાદી તત્ત્વોકહ્યાં તે વાતમોદી સરકારના સમર્થકોનેગમી નથી. આનાથી કટ્ટર મુસ્લિમ તત્ત્વો અને સેક્યુલર લૉબીનું મનોબળ વધ્યું. મોદી પ્રિય થવા ભાજપના લોકોએ હકાલપટ્ટીનો કાગળ સૉશિયલમિડિયામાં મૂકી નુપૂરશર્માનું સરનામું જાહેર કરી દીધું!નુપૂરશર્માની ક્ષમા યાચના અને હકાલપટ્ટીથી પણ કટ્ટરોને સંતોષ ન થયો. તેમની ધરપકડ માટે શુક્રવારની નમાજ પછી હિંસકદેખાવો થયા. નુપૂરનાપૂતળાને જાહેરમાં ફાંસી અપાઈ. દેશ-વિદેશથી બળાત્કાર અને હત્યાની ધમકી મળવા લાગી.

તકલીફ એ છે કે આના કરતાંય ખરાબ એવાં નિવેદનો હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપાયાં છે.‘પીકે’ જેવી ફિલ્મો બની છે. ૨૦ કરોડ મુસ્લિમો ૧૦૦ કરોડ હિન્દુઓ પર ભારે પડશે એવાં નિવેદનો એમઆઈએમ પક્ષના અકબરુદ્દીનઓવૈસી અને વારિસપઠાણેઆપ્યાં છે. તેમની સામે કાર્યવાહી નથી થઈ.

નુપૂરશર્મા સામેની કાર્યવાહી પછી સેક્યુલર લૉબી કહેવા લાગી છે કે નુપૂરથી પણ વધુ ફ્રિન્જએલિમેન્ટ ભાજપમાં છે. એટલે સાત પૂંછડિયા ઉંદરની જેમ નુપૂરના ભોગ પછી હવે સેક્યુલર લૉબી બીજાનો ભોગ લેવા તાકમાં છે. દરેક હિન્દુવાદીનાં એક-એક નિવેદન અને સૉશિયલમિડિયાપૉસ્ટ પર નજર રખાઈ રહી છે. નુપૂરશર્માના ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે સામે પક્ષે ગમે તેટલું ખોટું કરો તોય સમર્થન મળે છે જ્યારે હિન્દુવાદીના પક્ષે કોઈનું સમર્થન નથી (સૉશિયલમિડિયાનું સમર્થન ખરું સમર્થન નથી. ભોજન, આર્થિક અને શારીરિક સુરક્ષાની ખાતરી થોડી મળશે?)

આરબ દેશોમાં હિન્દુઓ જોખમમાં હોવાની અને ભારતીય ઉત્પાદનોનાબહિષ્કારની થિયરી બૉગસ છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બનતા પહેલાં કહેલું કે આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવાની તાકાત ભારતમાં છે. તેમણે આ વાત સાબિત પણ કરી બતાવી તો આરબ દેશો સામે કેમ ઝૂકી ગયા? શું ૧૯૭૧ના યુદ્ધ વખતે ઈન્દિરા ગાંધી સામે અમેરિકાનું દબાણ નહોતું? શું ૧૯૯૮નાં પોખરણપરીક્ષણો પછી ભારત પર આર્થિક પ્રતિબંધો નહોતા લદાયા? તોય ૨૦૦૪માં ભાજપનો પરાજય થયો ત્યારે આઠ ટકા આસપાસ જીડીપી હતો! શું ૨૦૦૨નાં રમખાણો પછી અટલ બિહારી વાજપેયી સામે આંતરરાષ્ટ્રીય દબાણ નહીં આવ્યું હોય?

અત્યારે ખાલિસ્તાનસમર્થકોએ જોર પકડ્યું છે. તો બીજી તરફ કટ્ટર માનસિકતાવાળા મુસ્લિમો હિંસક બની રહ્યા છે. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિહારના શ્રમિકોની હત્યા થઈ રહી છે. મોદી સરકાર બરાબર ઘેરાયેલી છે.મોંઘવારી, બેરોજગારી વગેરેનેસમર્થકોઅવગણી જતા હતા, પરંતુ રાષ્ટ્રવાદી સમર્થકો દેશની સામેના પડકારોમાં મોદી સરકારની ઢીલી નીતિને ચલાવી નહીં લે એ મોદી સરકારે સમજવું પડશે. જો દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા ન હોય તો કલ્યાણકારી યોજનાઓ, ફ્લાયઑવર, ઝળહળતીઈમારતો, વગેરે વિકાસ વિનાશમાંપલટાતા વાર નથી લાગતી. ૧૨મી સદી સુધી ભારતનો આર્થિક વિકાસ ચરમસીમાએ હતો, પણ ૧૯૪૭ આવતાં સુધીમાં શું થયું? નરેન્દ્ર મોદીને ઇતિહાસ સારી રીતે યાદ છે અને સમજે પણ છે. પરંતુ શાહીનબાગ, ૨૬ જાન્યુઆરી ૨૦૨૧એ ખાલિસ્તાન તરફી હિંસા અને હવે કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા હિંસામાં કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારો કેમ ઢીલી પડે છે (હિંસા પછી પગલાં લેવાય જ છે, પરંતુ હિંસા વખતે પોલીસ કેમ નિષ્ક્રિય જેવી હોય છે?) આ સમજાતું નથી.