સમગ્ર દેશમાં અને રાજ્યમાં રામનવમીની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્યમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. રાજ્યના હિંમતનગર છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે.
રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી હિંમતનગર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસને ટીયસ ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી.જો કે હાલમાં સ્થિતિ કાબુમાં છે પરંતુ તંગદીલી ફેલાઇ છે.