તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત ૨૬ તારીખે સાંજે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. ગાંભોઈ પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી પોલીસે ત્રણેય આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા.સાબરકાંઠા જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગત ૨૬ તારીખના રોજ એક સગીરા ઘરેથી અનાજ દળાવવા માટે નીકળી હતી જ્યાં બાઈક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ રોકી બળજબરીપૂર્વક ખેતરમાં ખેંચી ગયા હતા. બે વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી. દુષ્કર્મ થયું હોવાની વાત સગીરાએ તેના પરિવારને કરતા સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જાકે પોલીસે તપાસ કરતા ૨ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું અને એક આરોપીએ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. આમ તો સગીરાને સાંજના સુમારે એક આરોપીએ ઊભી રાખી થપ્પડમારીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં અન્ય બે આરોપીઓ હતા જે પૈકી એક આરોપીએ સગીરાને પકડી રાખી હતી તો અન્ય બે આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. સગીરાને છોડી તમામ ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગભરાઈ ગયેલી સગીરા ઘરે જતાંની સાથે જ રડવા લાગી હતી. પરિવારે કારણ પૂછતાં સમગ્ર હકીકત જણાવ્યા બાદ સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશને જાણ કરી હતી સાથે પોલીસે સગીરાનું નિવેદન લઈ તપાસ શરૂ કરી હતી તો ત્રણે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.









































