ભારતની સંસ્કૃતિ વિશે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. ભારતની પરંપરા અને સંસ્કૃતિ અહીંના લોકોની વાસ્તવિક ઓળખ છે. આજકાલ પરંપરા અને સંસ્કૃતિ અહીં વિદેશીઓને આકર્ષિત કરી રહી છે. ત્યારે આવા જ આકર્ષણને લઈને સાબરકાંઠના હિંમતનગરના એક ગામડામાંથી સામે આવ્યો છે. અહીં સાકરોડિયામાં એક અનોખા લગ્નની તસવીરો સામે આવી છે જેમાં વિદેશી વર વધુએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી -રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે, અને તેમના જાનૈયાઓ બન્યા હતા ગુજરાતીઓ.
મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા, અને આ જ અધ્યાત્મ તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની હિંદુ વિધિ અને રીત-રિવાજ થી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી. વર વધૂને પીઠી પણ ચોળાઈ હતી. લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ અપાયું. જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા છે. આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યુ. તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ કંકુના કરાયા. કંકોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું અને લગ્ન સંપન્ન થયા હતા.
સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની, જેમાં જાનૈયા ગુજરાતી હતા. બે અલગ અલગ દેશના લોકો રવિવારે હિંદુ ધાર્મિક વિધિ વિધાનો અને રીત-રિવાજ થી લગ્નના તાંતણે જાડાયાં હતાં. મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના અધ્યાત્મે આકર્ષેલા અને આ જ અધ્યાત્મ તેમના મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી. વર-વધૂને પીઠી પણ ચોળાઈ. લગ્ન ગીત પણ ગવાયાં અને કન્યાદાન પણ અપાયું.
જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલાં. આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યું. તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ કંકુના કરાયા. કંકોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન તેમના મિત્રનાં પરિવારજનોએ લીધું અને લગ્ન સંપન્ન થયા.
ભારતીય સંસ્કૃતિ, હિંદુ ધર્મપ.આજે પણ વિદેશીઓને પ્રભાવિત કરી રહ્યો છે હાલમાં ભલે બની બેઠેલા સંત્તો ધર્માંતરણની વાતો કરે પણ જેણે હિંદુ ધર્મને તેના મૂળમાંથી જાણ્યો છે એવા જુલિયા અને ક્રીશ જેવા યુવાનો-યુવતીઓ ભલે હિંદુ નથીપપણ સહર્ષ રીતે હિંદુ ધર્મને આદર આપી આવી જ રીતે ત્તેનું ગૌરવ વધારી રહ્યા છે