બરાનમાં કૃષિ ઉપજ મંડી ખાતે આરએસએસ સ્વયંસેવક સંમેલનને સંબોધતા ભાગવતે કહ્યું કે આચાર અનુશાસન, રાજ્ય પ્રત્યેની ફરજ અને ધ્યેયલક્ષી ગુણો સમાજમાં જરૂરી છે. તેની સુરક્ષા માટે હિંદુ સમાજે ભાષા, જાતિ અને પ્રદેશના મતભેદો અને વિવાદો દૂર કરીને એક થવું પડશે. સમાજ એવો હોવો જાઈએ કે જેમાં સંગઠન, સદભાવ અને આત્મીયતાની લાગણી હોય.
તેમણે કહ્યું કે સમાજ માત્ર મારા અને મારા પરિવારથી બનેલો નથી, પરંતુ આપણે સમગ્ર સમાજની સંભાળ રાખીને આપણા જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવાનું છે. તેમણે કહ્યું કે ભારત એક ‘હિંદુ રાષ્ટÙ’ છે અને હિન્દુ શબ્દ દેશમાં રહેતા તમામ સમુદાયના લોકો માટે વપરાય છે.
તેમણે કહ્યું કે સંઘનું કામ યાંત્રિક નથી પરંતુ વિચાર આધારિત છે અને વિશ્વમાં એવું કોઈ કામ નથી કે જેની સરખામણી આરએસએસના કામ સાથે કરી શકાય. તેમણે કહ્યું કે સંઘના મૂલ્યો નેતાથી લઈને સ્વયંસેવક સુધી અને સ્વયંસેવકોથી લઈને તેમના પરિવારના સભ્યો સુધી પહોંચે છે. ભાગવતે કહ્યું કે સંઘમાં વ્યક્તિત્વ વિકાસની આ પદ્ધતિ છે.
અન્યો ઉપરાંત, રાજસ્થાન પ્રદેશના સંઘચાલક રમેશ અગ્રવાલ, ચિત્તોડ પ્રાંતના સંઘચાલક જગદીશ સિંહ રાણા, બારન વિભાગના સંઘચાલક રમેશચંદ મહેતા અને બારન જિલ્લાના સંઘચાલક વૈદ્ય રાધેશ્યામ ગર્ગ પણ કાર્યક્રમમાં હાજર હતા.